________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
- 650 . દુઃખ શાથી આવે છે એનો વિચાર કર્યા વિના ધર્મ પર સીધો જ આરોપ ઓઢાડે અને કહી દે કે, “જે ધર્મ આ તકલીફોને પણ દૂર કરતો નથી, એ વળી રાજ્ય, ઋદ્ધિ, સ્વર્ગ અને મુક્તિ શી રીતે આપે ?'
૫ગલાનંદી આત્માઓ અશુભના ઉદયથી આવેલી તકલીફને પણ ધર્મના નામે જ ચડાવે. એવા આત્માઓ એવું જ માને કે, “ગમે તેવું પાપ કર્યું હોય પણ ભગવાનને કેવળ હાથ જોડીએ એટલે તકલીફ જવી જ જોઈએ.' પણ એમ શી: રીતે જાય ? ખરેખર ધર્મ શાને માટે અને કઈ રીતે સેવવો જોઈએ, એ ન સમજાય અને ફળની શંકા થયા જ કરે ત્યાં સુધી વિચિકિત્સા દોષ બેઠો જ છે ! તથા એ દોષની હયાતીમાં આરાધનાની અંદર અંતઃકરણની એકતાનતા થવી એ અશક્ય પ્રાયઃ છે. આદર્શો લાવવા માટે શ્રદ્ધામાં નિચ્ચળ થવાની જરૂરઃ
ધર્મ કયું સુખ આપે, ક્યારે આપે, કેવી રીતે સેવાય તો એનાથી સુખ મળે, એ નિશ્ચિત કરવાની બહુ જ જરૂર છે. પ્રભુશાસ્ત્ર તો ગમે તેવી અવસ્થામાં પણ ધર્મીને સુખી જ કહે છે. આ બધું કહેવાનો મુદ્દો એ છે કે, ધર્મ કરનારે પોતાની મનોવૃત્તિ ફેરવવી પડશે. આજના સંસારપિપાસુઓ તો કહે છે કે, “પૂજા કરીએ ને લક્ષ્મી ઝટ કેમ ન મળે ?” પૂર્વે તીવ્ર અંતરાય બાંધ્યો છે અને તિલક કરવાથી ઝટ લક્ષ્મી મળે એમ એવાઓ માને, એટલા જ માત્રથી કેમ મળે ? પણ એ બિચારાઓને ક્યાં ખબર છે કે, જ્યાં સુધી અંતરાય તૂટે નહિ, અશુભનો ઉદય ખસે નહિ, ત્યાં સુધી ધર્મ વાસ્તવિક રીતે બાહ્યસુખની સામગ્રી આપી શકતો નથી; નહિ તો મુનિને ઉપસર્ગ-પરિષહ કેમ જ આવે ? ગૃહસ્થ ગમે તેવો તોયે પાપમાં બેઠો છે, પણ મુનિ તો ધર્મ જ છે ને ? ભગવાન શ્રી મહાવીરદેવને પણ ઉપસર્ગ-પરિષહ આવ્યા છે એ જાણો છો ને ? શ્રી ઢંઢણકુમાર મુનિ તેમજ શ્રી મેતાર્યમુનિ વગેરેને પણ ઉપસર્ગ આવ્યા છે ને ? જો કે, તીવ્ર ધર્મ તથા તીવ્ર પાપનું ફળ તરત પણ મળે છે, પણ અત્યારે તો હું એ માટે આ સમજાવી રહ્યો છું કે, જેથી ધર્મક્રિયા કરતાં જ્ઞાનીએ કહેલા ધર્મના ફળ પ્રત્યે શંકા ન થાય, ધર્મવૃત્તિ ડહોળાય નહિ અને પરિણામે શ્રી જિનેશ્વરદેવના માર્ગની શ્રદ્ધા ખસે નહિ. પ્રાણી માત્રને દોષોથી બચાવવાનો પ્રયત્ન કરણીય છે. સમ્યકત્વની પીઠ પોલી બને તો કુમતની વાસનારૂપી પાણી પ્રવેશે અને તેમ થાય તો મેરૂના સ્થાને બેસાડવાની વૃત્તિ પાર પડી શકે તેમ નથી. શ્રીસંઘ કેવો હોય, તે સમજાવવાનો જ આ વર્ણનમાં ઇરાદો છે.