________________
૨૧૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
વાત એ છે કે સાધર્મિકો ભેગા થાય એ વાત જુદી અને માણસોનાં ટોળાં ભેગાં થાય એ વાત જુદી. વીતરાગના અનુયાયીઓ ભેગા થાય ત્યારે પરસ્પરને વિતરાગનાં દર્શન થયાનો આનંદ તો થાય પણ પછી ત્યાં વિચારો કયા થાય ? દુનિયામાં કેમ આગળ વધાય, દુનિયામાં કેમ સારા કહેવરાવાય, પૈસાટકા, કુટુંબકબીલામાં કઈ રીતે વધારો થાય, માનપાન, ખ્યાતિ, પ્રતિષ્ઠા કેમ વધે, આ બધી વિચારણાઓ થાય તો કોઈ મેળ મળે ખરો ? સાધર્મિક તરીકે જેને જમાડો તેને કામ પણ ન બતાવાય. તેને એમ ન કહેવાય કે-“જો આ જમાડ્યા છે. પાછા ભૂલી જતા નહિ.” જો એમ હોય તો તો કહેવું પડે કે-સાધર્મિકને નથી જમાડતો પણ મારા કામનો માણસ છે એટલે જમાડું છું.” સાધર્મિકને તો એમ કહેવાય કેતમે મારો નિખાર કર્યો, સુપાત્ર છો, ફરીને મારું ઘર પાવન કરજો !” બાકી ચાર રોટલી ખવડાવી બાર રોટલીનું કામ લેવું અને લહાવા સાધર્મિક ભક્તિના લેવા એ બને ? આજે આ એક મોટી ઉપાધિ છે. આથી સત્ય ઢંકાઈ જાય છે. મીઠા શબ્દ સૌને સારા લાગે, કડવી પણ સાચી વાત ભાગ્યે જ ગમે. બધાને પુણ્યશાળી કહો તો ખુશ થાય પણ સાથે જ સમજાવો કે “મનુષ્યભવ પામ્યા માટે પુણ્યશાળી તો ખરા પણ હમણાં કાર્યવાહી એર્વી છે કે પાપીને છાજે,” તો શું થાય ? પુણ્યશાળી કહેનારે સાચી વસ્તુ સમજાવવાની તૈયારી રાખવીપુણ્યશાળીનો ઇલકાબ લેનારે જ કાર્યવાહી ઊંધી હોય તો પાપીનો ઇલકાબ સાંભળવાની તૈયારી પણ રાખવી જોઈએ.
તમે પુણ્યશાળી તો ખરા, કેમકે આર્ય દેશ-જાતિ-કુળ તેમાંયે શ્રાવકકુળ અને બધા અનુકૂળ સંયોગો મળ્યા પણ આરાધના ન કરો તો ? મમ્મણ શેઠ પાસે લક્ષ્મી તો બહુ હતી પણ આખરે શું થયું ? ન ખાધું, ન પીધું અને કાળી મજૂરી કરી મરીને સાતમી નરકે ગયો. લક્ષ્મી મળી માટે પુણ્યશાળી પણ ગાઢ મૂચ્છ કરી મરીને સાતમીએ ગયો માટે પાપી. એ જ રીતે તમને સામગ્રી મળી માટે પુણ્યશાળી પણ એ સામગ્રીનો સદુપયોગ ન કરો તો તમે કેવાં ?
મોટો સમુદાય એકત્ર થાય એ કાં તો વેપારી, ન્યાતીલા કે ગૃહસ્થ તરીકે અથવા તો સાધર્મી તરીકે એમ બે રીતે ભેગા થાય. હવે પહેલી રીતે ભેગા થાય તે તો સામાજિક વ્યવહારોની કે વેપાર ધંધાની એમ ગમે તે વાતો કરે પણ સાધર્મી તરીકે ભેગા થાય તો આખી વાત જ ફરી જાય છે. ઉપાશ્રયમાં શ્રાવકો ભેગા થાય અને બજારના ભાવતાલની વાતો કરવા માંડે તો એ ચાલે ? તો ધર્મીએ એમને બહાર જવાનું કહેવું પડે ને ? ભેગા થવાની અનુકૂળતા 'ઉપાશ્રયમાં વધારે રહે પણ તેથી ત્યાં વેપાર-રોજગારની કે કુટુંબ-કબીલાના ખબરઅંતર લેવાની વાતો થાય ? બજારમાં જાઓ ત્યાં ગમે તે વાત કરો તે ચાલે