________________
5
૨૧૫
- ૧૯ : સાધર્મિક ભક્તિ - 56 – પહેલાંની જેમ જ એ મજા કરે ? જો એવું હોય તો શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે-એ પામ્યો જ નથી. એ આત્મા જો સંસારમાં આનંદ કરે તો સમ્યગ્દર્શન ટકે ક્યાં ? સાધર્મિકનાં દર્શનનો આનંદ
આજે તો કહે છે કે-“આવી ધર્મઘેલી વાતોથી દુનિયામાં જિવાય કેમ ?' વળી કહે છે કે વીતરાગનો સેવક વિતરાગના સેવકને જુએ તો આનંદ પામે, સાક્ષાત્ વીતરાગનાં દર્શન થયાં એમ માને;” સાચી વાત છે; કારણ કે બન્નેના હૈયામાં વીતરાગને સ્થાન છે. વીતરાગને હૈયામાં રાખનાર સમુદાયને જોઈને ધર્મીને પ્રેમ તો થાય પણ પછી એ વીતરાગના સેવકોના સમુદાયમાં વાતો કઈ થાય ? એક શ્રાવક પચીસ શ્રાવકોના સમુદાયને ભેગો કરીને કહે કે-“આજે મારો મહાપુણ્યોદય કે તમારાં દર્શન થયાં. તમારાં દર્શનથી વીતરાગનાં દર્શન જેટલો આનંદ થયો.” આમ કહ્યા પછી “કુટુંબ કબીલો કેમ છે ? વેપારધંધા કેમ ચાલે છે ?' આવું પૂછવા માંડે ? આવું પૂછે તો જે આનંદ થયો હતો તે સાધર્મિકોના દર્શનનો કે સંસારરસિકોનાં દર્શનનો ? શાત્રે કહ્યું કે સાધર્મિકનાં દર્શન, સંયોગ, સહવાસ જેવું પુણ્ય એક પણ નથી એ વાત ખરી, સાધર્મિકો મળ્યાનો આનંદ જરૂર થાય, સાક્ષાત્ વીતરાગનાં દર્શન થયા જેવો લાભ થયો એમ જરૂર કહેવાય, પણ એ ભેગો થયેલો સાધર્મિકોનો મેળો કરે શું ? બોલે શું ?
. *આજના “મુંબઈ સમાચારમાં આ બધી વાત આવી છે. વીતરાગનાં દર્શન જેટલો સાધર્મિકોના દર્શનનાં આનંદ વર્ણવ્યો છે. વર્ણન તો બરાબર છે. સાધર્મિકનો સમુદાય પણ માન્યો, પણ હવે ત્યાં વાત કઈ થશે ? જેનાં દર્શનથી, જેના સંયોગથી શ્રી વીતરાગ મળ્યાનો આનંદ થાય ત્યાં વાતો કઈ થાય ?
એક જણ સ્વામીવાત્સલ્ય કરે, ઉત્તમ ઉત્તમ ચીજો પીરસે પણ પીરસતી વખતે મોઢાં જોવાય કે આ પાંચ લાખની આસામી, આ પચીસ લાખની આસામી આ તો સામાન્ય-મામૂલી, નકામી, આવું કરે તો બહુમાન રહે ? એ સંઘભક્તિ કે શ્રીમંતાઈની ભક્તિ ? આજના માણસો ભેગા થઈને શું બોલે છે, શું વિચારે છે, તેનો તેમને ખ્યાલ નથી. વીતરાગના સેવક તરીકે કોઈને અભિનંદન કે માનપત્ર અપાય તો વાત પણ વીતરાગના સિદ્ધાંતોને છાજતી થાય ને ?
સભાઃ “નવકારશી અને સ્વામીવાત્સલ્યમાં શું ફરક ?'
શહેરોમાં આ ભેદ પડ્યો છે, ગામડામાં નથી. થોડાને અમુકને જમાડવા તે સ્વામીવાત્સલ્ય અને તમામને જમાડવા તે નવકારશી. * તે વખતે ભરાનારી કોન્ફરન્સ અંગેની વાત હોય તેમ લાગે છે.