________________
૨૧૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
784
રખાય, મિથ્યાદ્દષ્ટિની પ્રશંસા તથા પરિચય ન કરાય : આ પાંચે દોષોનો ત્યાગ કરવો જોઈએ.
. હવે રૂઢતાની વાત ચાલે છે. દઢતા જળવાય એટલે રૂઢતા આવે. એના માટે કયા પ્રકારની વિચાર શ્રેણી-પરિણામની ધારા હોય ? સુવિહિત શિરોમણી આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફ૨માવે છે કે-આ વિચારો તો તેને જ રૂચશે, જેને સંસાર ત૨ફ અરુચિ અને મોક્ષ તરફ રુચિ જાગી હશે; કેમ કે સમ્યગ્દર્શનનો અર્થ જ એ છે. જો રુચિ સંસાર ત૨ફની જ હોય તો સમ્યગ્દર્શન પૂર્વેની અને પછીની સ્થિતિમાં ફેર શો ? સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિના વર્તાવમાં ભેદ જ નહિ ? આજે ઘણા કહે છે કે પારકાના વચન ઉપર વિશ્વાસ રાખવો એમાં ડહાપણ નથી. જ્ઞાની કહે છે કે ગમે તેના વચન ઉપર આધાર રાખવો એ વાજબી નથી પણ સર્વજ્ઞના કથનમાં તો શ્રદ્ધા જોઈએ ને ? જો કેવળ પોતાની મતિ મુજબ ચાલે એ જ માણસ કહેવાય તો તો ઘરમાં પણ એવું ચાલતું નથી. કોઈ પણ કામ કરતાં પહેલાં તેના અનુભવીની સલાહ લેવી પડે છે. જો વ્યવહારમાં આમ હોય તો ધર્મની બાબતમાં ન હોય ? એ નથી માટે પરિણામ ખરાબ આવે છે. દુનિયાની આ હવા જૈનસમાજમાં ઘૂસી તેનાથી નુકસાન ઘણું થયું છે.
સમ્યક્ત્વ સ્થિર બનાવવાના વિચારની ધારા તેને જ ગમે કે જે જ્યાં બેઠો છે ત્યાંથી છૂટવાની મહેનતમાં હોય. ગાઢ રાગ-દ્વેષની ગ્રંથિ ભેદાય ત્યારે તો સમ્યક્ત્વ થાય. આ સંસારમાં અનંતાનંત આંત્માઓમાં મનુષ્યો તો ફક્ત સંખ્યાતા જ, એ મનુષ્યભવમાં જ્યારે કોઈ જીવ સમ્યક્ત્વને લઈને આવ્યો હોય અથવા ગ્રંથિ ભેદ કરી સમ્યક્ત્વને લઈને આવ્યો હોય અથવા ગ્રંથિભેદ કરી સમ્યક્ત્વ પ્રાપ્ત કરે ત્યારે એની વિશેષતાનું ભાન તો થવું જોઈએ ને ? વ્યવહારમાં પણ મોટા માણસની ચાલચલગત, રીતભાત બધી જુદી હોય છે ને ?
સુવિહિતશિરોમણિ આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે
सम्यग्दर्शनपूतात्मा, रमते न भवोदधौ ।
સમ્યગ્દર્શનથી પવિત્ર થયેલો આત્મા સંસારસાગરમાં રહેવું પડે તો રહે ખરો પણ તેમાં ૨મે નહિ, અર્થાત્ તેમાં મજા ન કરે.
જેને ગ્રંથિભેદ થયો, સમ્યગ્દર્શન થયું, જે આત્મા તત્ત્વની શ્રદ્ધાથી પવિત્ર થયો અને સંસારસાગરમાં રહેવું પડે તોય મજા ક્યાંથી આવે ? તત્ત્વની શ્રદ્ધા થાય, જ્ઞાનની પ્રાપ્તિ થાય, પ્રભુએ કહેલી એક એક વાત હૈયામાં જચી જાય એ આત્મા એવો ને એવો રહે ? તેનામાં કાંઈ પલટો ન દેખાય ? સંસારમાં