________________
૧૬ : સાધર્મિક ભક્તિ વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૪, મહા સુદ-૧૦, શનિવાર, તા. ૮-૨-૧૯૩૦
56
• સમ્યગ્દષ્ટિ, સંસારમાં રહે પણ રમે નહિ ?
સાધર્મિકનાં દર્શનનો આનંદ : ' શ્રી સંઘ અને જ્ઞાતિના ભેદ સમજો ! બધી કાર્યવાહી તેને લગતા બંધારણને આધારે થાય :
ધર્મ શામાં, એ સમજો !. • ધર્મ અને વ્યવહારનો વિવેક કરો ! • ધર્મ માટે ધન મેળવવાની જરૂર નથી :
ઘરમાં લગ્ન હોય પણ પેટમાં રોગ હોય તો ?
સાધુને બગાડો નહિ ? • ત્રણ દિવસ પછી...
સમ્યગ્દષ્ટિ સંસારમાં રહે પણ રમે નહિ?
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિજી શ્રી સંઘની સ્તુતિ પરત્વે મેરૂની સાથે સરખામણી કરતાં ફરમાવી ગયા કે શ્રી સંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપ વજરત્નમયી પીઠ દૃઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. દઢ સમ્યક્ત રૂઢ ન કરાય તો ખસતાં વાર ન લાગે. સમ્યક્તને દઢ બનાવવા શંકાદિ પાંચ દોષોને તજવાની જરૂર છે અને પછી રૂઢ બનાવવા હંમેશાં ઉત્તમ વિચારો ચાલુ રાખવાની જરૂર છે. શ્રી સંઘમાં ક્યા પ્રકારની વિચારશ્રેણી હોય ? શ્રી સંઘમાં રહેવું બધાને ગમે કેમકે શ્રી સંઘને શાસ્ત્રકારે અલ્પસંસારી કહેલ છે. પ્રભુના સંઘમાં આવ્યો એ થોડા વખતમાં મુક્તિએ જવાનો માટે તો સરખામણીમાં એને પચીસમા તીર્થકર જેવો કહ્યો છે. જેમ ચોવીશ તીર્થકરની આજ્ઞા માન્ય તેમ શ્રી સંઘની પણ આજ્ઞા માન્ય હોય. પણ શ્રીસંઘમાં આવતાં પહેલાં, શ્રીસંઘ તરીકે આજ્ઞા મનાવતાં પહેલાં સંઘ તરીકેના ગુણો તો કેળવવા જોઈશે ને ? યોગ્યતા તો મેળવવી પડશે ને ?
આપણે જોઈ ગયા કે સમ્યક્ત દૃઢ બનાવવા શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા ન જોઈએ, પરમતની અભિલાષા ન કરાય, ધર્મના ફળમાં સંદેહ ન