________________
1178 - ૪૦ : મુક્તિ માટે જીવનનો સટ્ટો : - 80 – ૬૦૩ મેરૂ ઉપર ચિત્તરૂપ સુંદર કૂટો રહ્યા છે. શ્રી સંઘને મેરૂની ઉપમા આપે છે માટે અમુક રૂપકો લઈ તે તે વાતને જીવનમાં ઉતારવાનું આ મહર્ષિ કહી રહ્યા છે. ઊંચા પહાડની ઉપરનાં શિલાતલો પર કૂટો રહેલા હોય છે.
શ્રી સંઘરૂપ મેરૂને પણ ચિત્ત-(મન) રૂપ કૂટો-(શિખરો) હોય તે કેવાં હોય એ જણાવતાં કહે છે કે – પાંચે ઇંદ્રિયો અને નોઇંદ્રિય-(મન) એ છએ જે નિયમોથી દબાય તે નિયમરૂપી સુવર્ણતલ પર ગોઠવાયેલાં ચિત્તરૂપી કૂટો ઉજ્વલ અને કાંતિમાન હોય છે. શ્રી સંઘમાં રહેનારા દરેક આત્માનું
અંત:કરણ નિયમરૂપી શિલાતલ પર ગોઠવાઈ જવું જોઈએ. સંઘમાં રહેનારાનાં ચિત્ત નિયમશિલા પર આરૂઢ જ હોય..
આ વાતમાં આજે મોટી પંચાત ઊભી થઈ ગઈ છે. કહે છે કે “માણસને વળી આટલાં નિયમોનાં બંધન શા ?' એ લોકોની વાતો સાંભળો તો આશ્ચર્ય પામશો. એ કહે છે કે-“સંપૂર્ણ સ્વતંત્રતાના વાતાવરણમાં ઊછરેલા ગગનવિહારી એવા અમારા માથે આ બધાં બંધન શાં ?' વળી પોતાની અલનો વિશેષ ઉપયોગ કરતાં આગળ વધીને એ લોકો કહે છે કે – “પક્ષીને પાંજરે કોણ પૂરે ? ગગનવિહારી; સ્વતંત્ર એવા પક્ષીને પાંજરે પૂરવામાં તો શાસ્ત્ર પણ પાપ કહ્યું છે. તો જે શાસ્ત્ર પક્ષીને પાંજરે પૂરવામાં પાપ કહે તે શાસ્ત્ર મનુષ્યને પાંજરે પૂરવાનું કહે ? પક્ષી સ્વતંત્ર છે. ગમે તે ઝાડની ડાળે બેસે, ગમે તે સરોવરનું પાણી પીએ, એને જો પાંજરું નહિ તો વળી મનુષ્યને બંધન શું કામ ?” આવો તેમનો પ્રશ્ન છે. વફાદારીના સોગંદ :
આગમને વફાદાર રહેવાની સલાહને એ લોકો મૂર્ખાઈ માને છે. ધારાસભામાં જનારે સરકાર પ્રત્યેની વફાદારીના સોગંદ લેવા પડે છે. એ રીતે જૈનોએ આગમ પ્રત્યેની વફાદારીના સોગંદ લેવા જોઈએ, આ કહેવાયેલી વાત એ લોકોને રૂચી નથી એટલે તે અંગે અવળી રજૂઆત કરતાં તેઓ દલીલ કરે છે કે – બ્રિટિશ ગવર્નમેન્ટ એ તો પ્રપંચી રાજતંત્ર છે. એ સ્વાર્થીઓનું તંત્ર હોઈ પ્રજાને વફાદારીના સોગંદ લેવાનું કહે પણ પરમાર્થી શાસનમાં એમ હોય ?' આ કેવા કુતર્ક ? ત્યાં વાતનો મુદ્દો શું હતો ? આગમની વફાદારી પરત્વે આપણે એ સમજાવવા માગતા હતા કે જેણે જે તંત્ર ચલાવવું હોય તેણે તેમાં ભાગ લેતાં પહેલાં તેના પ્રત્યેની વફાદારી પ્રતિજ્ઞા લેવી ઘટે; એ રીતે આગમ પ્રત્યે પણ વફાદારીના સોગન લેવા ઘટે. એ વાતમાં ધારાસભામાં લેવાતં વફાદારીના સોગંદનું એકદેશીય દૃષ્ટાંત લીધું હતું. આની સામે અવળી રજૂઆત કરતાં તેઓ