________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
પણ એ વિચારે તો ને ? ગરીબ કેમ ? તો કહે કે આવડત નથી. આવડત કેમ નથી ? તો કહે કે ભણ્યો નહિ ? તો કહે કે ભણ્યો કેમ નહિ ? તો કહે કે રમતિયાળ હતો-૨મતિયાળ કેમ ? તો કહે કે ટેવ પડી હતી માટે. આવી આવી વાતો કરે પણ આથી આગળ બીજું કાંઈ વિચારે જ નહિ..
૩૧૨
882
એ લોકો કહે છે કે-ભૂતકાળ તો ગયો અને ભવિષ્ય તો આવે ત્યારે ખરો. અત્યારે તો વર્તમાન ચાલે છે માટે એની જ વાત અને એના જ વિચાર કરવા જોઈએ. ભૂતકાળનો વિચાર કર્યા કરનારા ગાંડા છે. ભવિષ્યની ચિંતા કરનારા મૂર્ખ છે, વર્તમાનની વાતો કરનારા ડાહ્યા છે, એવો તેમનો મત છે. આજે કેવું કેવું બોલાય છે
આજે પવન કઈ જાતનો ફૂંકાય છે, તે જુઓ ! એલફેલ બોલનારા ક્યાં સુધી બોલે છે, તે વિચારો ! તેઓ શું બોલી રહ્યા છે તે સમજવાની તેમનામાં બુદ્ધિ નથી. એક બાઈ કહે છે કે- મહાવીર પછી નવસો વર્ષે એટલે આજથી સેંકડો વર્ષો પૂર્વે લખાયેલાં શાસ્ત્રોને વળગી રહેવું એ તો અંધારિયા કૂવામાં ડૂબકી મારવા જેવું છે.' ભાઈઓ જેમ તેમ બોલે તો બાઈઓ કેમ ન બોલે ? વળી આવું બોલનારાં શ્રાવક-શ્રાવિકા જ છે. એક સાધુ કહે છે કે-‘હવે મારાથી ચલાતું નથી માટે લોકોના ઉપકાર માટે હું રેલવિહારી થયો છું.' આ વાત સાધુએ કહી, સાંભળનારાએ તાળી પાડી વધાવી લીધી. એક શ્રાવકે ટેકો આપતાં કહ્યું કે-‘આ વાત બરાબર છે. પહેલાંના જમાનામાં તો વાહનોને ઘોડા, બળદ જેવાં પ્રાણીઓ જોડાતાં હતાં માટે એ વાહનોમાં બેસવું એ પાપ હતું, પણ અત્યારે મોટ૨ કે ટ્રેનમાં બેસવું એમાં પાપ નથી.’ આ શું કહે છે, એ બધું તમે
સમજો છો ?
ભગવાનના જમાનામાં દેવવિમાનો હતાં એ તો જાણો છો ને ? વળી અત્યારનાં ગાડી, મોટર આદિ વાહનો જેવાં એ ભયંકર ન હતાં, એને આજની જેમ વારંવાર અકસ્માત નડતા ન હતા. એ બધું પણ જાણો છો ને ? એ વિમાન એવાં કે થોડીવારમાં ધારો ત્યાં પહોંચાડી દે. દેવો પણ ભગવાનના ભક્ત હતા. જો ઘોડા કે બળદ વિનાના વાહનમાં પાપ ન હોત તો એ વાહનોમાં સાધુને બેસાડી ભગવાને ઉપકાર કેમ ન થવા દીધો ? અરે ! એક અશ્વને પ્રતિબોધ કરવા માટે ભગવાન મુનિસુવ્રતસ્વામી એક રાત્રીમાં સાઠ જોજન ચાલ્યા તો એ વાહનમાં કેમ બેઠા નહિ ? વર્તમાનના વાયરામાં ખેંચાયેલા આ બધું ભૂલી જાય છે. દિવસે દિવસે વિચારોનો આ કચરો વધતો જાય છે, એ ફેંકી દેવા જેવો છે.
શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણજીએ આગમો પુસ્તકારૂઢ શા માટે કર્યાં ? એમણે