________________
881
૨૨ : ભૂત-ભવિષ્યના લક્ષ્યપૂર્વક વર્તમાન જીવો !
-
-
૩૧૧
આત્મા, સંસારના સ્વરૂપને યથાસ્થિત જોઈ શકે છે. એના જ કારણે એ આત્મામાં સંસારની રમણતા રહી શકતી નથી.
62
સંસારની અસારતા કે ભયંકરતા પરિણામ (ભવિષ્ય)ને અવલંબીને પણ વર્ણવી છે; કેવળ વર્તમાનને અવલંબીને નહિ. વર્તમાનમાં તો એવા પણ સુખી જીવો હોય છે કે જેમને તે કાળને ઉદ્દેશીને સંસારની વિષમતા કહેવામાં આવે તો માને જ નહિ. પણ સંસારના વર્તમાન સંયોગો પરિણામે ભયંકર છે, એ સમજાવવાથી જેને એ સમજાય તે આત્મા સંસારના યથાર્થ સ્વરૂપને સમજી શકે.
એકલી વર્તમાનની વાતો કરનારા ધર્મ સાંભળવાને લાયક નથી. શ્રી તીર્થંકરદેવની હાજરીમાં ધર્મ સાંભળનારા દેવો, મનુષ્યો તથા તિર્યંચો ગણાય. બાહ્યદૃષ્ટિએ દેવોનું જીવન સુખમય ગણાય જ્યારે તિર્યંચો અને મનુષ્યનું જીવન મોટે ભાગે થોડું સુખમય તો થોડું દુઃખમય ગણાય. પણ ધર્મ સાંભળવાને વધારે યોગ્ય મનુષ્ય ગણાય. કારણ કે ધર્મને જીવનમાં આચરવા માટે મનુષ્યમાં જે શક્તિ છે, તે દેવોમાં પણ નથી. હવે મનુષ્યમાં પણ જેઓ સુંદર પુણ્ય ઉપાર્જીને આવ્યા છે, તેઓ સુખી બહુ અને દુ:ખી અલ્પ હોય છે. પુણ્યનો ભોગવટો કરનાર, એ આત્માને સંસારની અસારતા ક્યારે જચે ? ધર્મ ક્યારે રૂચે ? એની દૃષ્ટિ વર્તમાન પરથી ભવિષ્ય પર જાય તો. કેવળ વર્તમાન દૃષ્ટિનો વિચાર કયો ? ભૂખ લાગે તો ખાવું, તરસ લાગે તો પાણી પીવું, ઇચ્છાનુસાર ચીજો મેળવવી એમાં જ સુખ માન્યું છે ને ? હવે વિચારો કે ભૂખ્યાને અન્નની જરૂ૨, તરસ્યાને પાણીની જરૂર, તડકાથી તપેલાને છાંયાની જરૂ૨. ઠંડી લાગે ત્યારે ગરમીની જરૂર; આ બધી જરૂરિયાત માને પણ ધર્મની જરૂ૨ ક્યારે માને ?
આજે કહે છે કે-ભૂખ્યાને ધર્મ રૂચે ? તરસ્યાને તત્ત્વની વાતો ગમે ? દરેક અવસ્થામાં આત્માએ દુનિયાના પદાર્થોથી સુખ માન્યું છે. આ સ્થિતિમાં સંસારની અસારતા અને ધર્મની જરૂર જણાય ? સંસારની અસારતા જણાવી ધર્મની જરૂરિયાંત જ્ઞાનીએ ફરમાવી, તે વર્તમાનને જ જોઈએ નહિ પણ પરિણામને જોઈને. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા ફરમાવે છે કે ‘સમ્યગ્દષ્ટિ આત્મા સંસારમાં ન ૨મે' તેનો હેતુ એક જ છે કે તેનો મિથ્યાત્વ રોગ ગયો છે, બુદ્ધિ શુદ્ધ થઈ છે માટે, શાસ્ત્રાનુસારી દૃષ્ટિથી સંસાર જેવો છે તેવો જોઈ શકે છે-એ ન જોઈ શકાય ત્યાં સુધી ધર્મ સમજાવો કઠિન છે.
અત્યારે મોટો ભાગ કહે છે કે, ‘આ જમાનામાં પૈસાની જરૂ૨ છે, ધર્મની નહિ.
સભા : જરૂર હોય પણ તેથી મળી જાય છે થોડા ?