________________
૩૧ ઃ જેનાથી ડૂળ્યા એનાથી તરવાનું વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૪, મહા વદ-૧૦, રવિવાર, તા. ૨૩-૨-૧૯૩૦
71
• સમ્યગ્દષ્ટિને સંસારની સાધના કઠિન લાગે છે :
સમ્યગ્દષ્ટિ સૌથી જુદો :
બીજરૂપ ભાવના : • એમાં ખામી કોની ? - • લખ પૂરે મનઆશ :
શું બધાને ભિખારી બનાવવા છે ?
કર્તવ્ય સમજાય તો આર્તધ્યાન ન થાય : • મુક્તિની સાધનામાં વિદ્ધભૂત ન બને તે તપ કરવો ! • જેનાથી ડૂળ્યા એનાથી જ તરવાનું છે : • ...તો પ્રાણત્યાગ કરાય પણ આંખો ન ફોડાય : • કોઈ પણ યોગ ન સીદાય તેવાં શ્રી જૈનશાસનનાં વિધાનો :
અપવાદ તો ઉત્સર્ગની રક્ષા માટે છે : • ઔચિત્ય વિના ધર્મ નહિ
સમ્યગ્દષ્ટિને સંસારની સાધના કઠિન લાગે છે :
અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચકજી ગણિવર ફરમાવે છે કેજેમ મેરૂગિરિની પીઠ વજરત્નમય છે તેમ શ્રી સંઘરૂપ મેરૂગિરિની પીઠ પણ સમ્યગ્દર્શન રૂપ વજરત્નમય છે. મેરૂગિરિની પીઠની જેમ એ પણ દૃઢ, રૂઢ, ગાઠ અને અવગાઢ જોઈએ. દઢતા લાવવા માટે શંકાદિ પાંચેય દોષોનો પરિત્યાગ કરવો જોઈએ. ત્યાર બાદ રૂઢતા માટે એટલે કે દૃઢતાના ટકાવ માટે, દૃઢતાને રૂઢ બનાવવા માટે પ્રતિસમય વિશુદ્ધ બનતી જતી ઉત્કટ પરિણામની ધારાનું સેવન કરવું જોઈએ. એ પરિણામની ધારાનું નિરૂપણ કરતાં પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ જે ફરમાવ્યું છે તે અંગે આપણે વિચારી રહ્યા છીએ.
જેનો આત્મા તત્ત્વની શ્રદ્ધાથી પવિત્ર થયો છે તે સંસારસાગરમાં રમે નહિ, સંસાર એને ગમે નહિ કારણ કે સંસાર જે સ્વરૂપે છે તે સ્વરૂપે તે જોઈ શકે છે.