________________
• ૩૦ : સર્વત્ર ત્યાગની જ વાત – 70
૪૫૭
જે સંઘ સંમતિ આપે છે તેને જણાવ્યા વિના દીક્ષા કદી થાય છે ખરી ? ગામમાં પાંચસો માણસ હોય તેમાં જુએ કે આટલા પ્રભુશાસનના રાગી અને સત્યના પક્ષપાતી છે, પ્રભુમાર્ગના રક્ષક છે, તેમને તો બોલાવવામાં આવે જ છે; અને તેમની સમક્ષ જ દીક્ષા અપાય છે. આ તો પેલા દીક્ષાના જ વિરોધીઓ કહે છે કે ‘અમને કેમ ન બોલાવો ?' ત્યારે કહેવું પડે કે-‘તમને તો નહિ, નહિ ને નહિ જ બોલાવવાના.’
1027
અહીં શાસ્ત્રકાર ભગવંત કહે છે કે-સમ્યગ્દષ્ટિ આત્માને સંસારની સાધના દુષ્કર લાગે અને મુક્તિની સાધના સહેલી લાગે. હવે એની મનોવૃત્તિ કેવી થાય, વર્તાવ કેવો થાય, વગેરે વર્ણન આવવાનું છે. રૂઢતાની વાત ચાલે છે. તેમાં હવે ઓઘો આવશે. જે હોય એને છુપાવાય ? બળવાન બનો તો લેજો અને પાઘડીવાળા જ રહેવું હોય તો તમારી મરજી-વધુ હવે પછી.