________________
૩૧ : જેનાથી ડૂબ્યા એનાથી તરવાનું - 71
૪૫૯
સંસારને એના વાસ્તવિક સ્વરૂપે જોવાથી એ આત્મા શાન્ત અને પ્રશાંત બને છે, બહિર્મુખ મટી અંતર્મુખ બને છે, સંવેગને પામે છે અને પછી નીચે મુજબ વિચારણા કરે છે :
1029
‘સંસાર ભયંકર છે અને પ્રાણી માત્રને માટે ક્લેશકર છે કેમકે જન્મ, જરા, મૃત્યુ, વ્યાધિ, રોગ, શોક વગેરે અનેક ઉપદ્રવો એમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. એ સઘળા ઉપદ્રવોનો સર્વથા અભાવ મોક્ષમાં છે. હિંસાદિ સંસારના હેતુ છે અને અહિંસાદિ મોક્ષના હેતુ છે.’ આટલું કહ્યા પછી આગળ વધીને હવે ભગવાન શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કહે છે કે
‘એ આત્માને સંસાર નિર્ગુણ લાગે, મોક્ષ ગુણમય લાગે અને એની પ્રેમપૂર્વકની તમામ ચેષ્ટા મુક્તિ માટે હોય અને તે પણ યથામમ્-એટલે આગમ પ્રમાણે જ હોય. વળી સમ્યગ્દષ્ટિ આત્મા જે અનુષ્ઠાન કરે તે ક્ષુદ્ર આત્મા માટે દુષ્કર છે કેમકે સમ્યગ્દષ્ટિ આત્મા મુક્તિના રંગે રંગાયેલો છે જ્યારે ક્ષુદ્ર આત્મા સંસારના રંગે રંગાયેલો છે, સંસા૨ની વાસનાઓથી દબાયેલો છે.’
એટલે, મુક્તિની સાધના સમ્યગ્દષ્ટિને સહેલી લાગે છે જ્યારે સંસારની સાધના એને દુષ્કર લાગે છે. ઉપાદેયની સિદ્ધિ ન થતાં એને દુઃખ થાય છે અને હેયની સિદ્ધિમાં પણ એને દુઃખ થાય છે. યૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મ. આગળ વધીને ત્યાં સુધી કહે છે કે જ્ઞાનીએ કહેલ કઠિન અનુષ્ઠાનો સાંભળીને પણ સમ્યગ્દષ્ટિને લેશ પણ ગભરામણ થતી નથી. ક્ષુદ્ર આત્માઓને જ્યારે ધર્મક્રિયાઓ ભયંકર લાગે છે ત્યારે સમ્યગ્દષ્ટિને સંસારસાધના ભયંકર લાગે છે, કેટલું અંતર છે બે વચ્ચે ? સંસારના મોહને પોષનારી, શરીરને સુખદ અને સહેલી ક્રિયા પણ સમ્યગ્દષ્ટિને કઠિન લાગે અને સંસારના મોહને કાપનારી ત્યાગ તથા તકલીફવાળી કઠિન ક્રિયા પણ એને સહેલી લાગે. એ કેમ બને ? તો આ મહાત્મા કહે છે કે-‘એ બને, જો દૃષ્ટિ ફેરવો તો.’
સમ્યગ્દષ્ટિ સૌથી જુદો :
'
આખી દુનિયા જ્યાં આનંદ માને ત્યાં સમ્યગ્દષ્ટિ દુઃખ અનુભવે અને આખી દુનિયા જ્યાં દુઃખ અનુભવે ત્યાં સમ્યગ્દષ્ટિને આનંદ થાય. સમ્યગ્દષ્ટિ આત્મા આખી દુનિયાથી જુદો પડે. દુનિયાના માણસો એની પ્રશંસા ન કરે એ બનવા જોગ છે. એ આત્માની ભાવના, વિચારો અને ક્રિયા સંસારના રસિયાને ત્રાસરૂપ લાગે એમાં આશ્ચર્ય નથી. શાહુકારની બધી કાર્યવાહી લૂંટારાને ત્રાસરૂપ લાગે કારણ કે બન્નેના સ્વભાવ જ જુદા છે. શાહુકાર દીવો લઈને