________________
૪૭૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
નીકળે એ ચોરને ન ગમે. એ તો અંધારાને જ ઇચ્છે જ્યારે શાહુકારને પ્રકાશ જોઈએ. ઉઠાવગીર સામાની ગફલત ઇચ્છે અને શાહુકાર સાવચેતી ઇચ્છે. શાહુકાર જેમ જેમ સાવચેત રહે તેમ તેમ ઉઠાવગીર ચીડાય.
1030
સમ્યગ્દષ્ટિની એક એક ક૨ણી જોઈને દુનિયાના આત્માને જરૂર મૂંઝવણ થાય કેમકે એક મોહને આધીન છે, બીજો મોહના ત્યાગને ઇચ્છે છે. સમ્યગ્દષ્ટિને દુનિયાની સહેલી ક્રિયા પણ કઠિન લાગે છે અને મુક્તિ માટેની કઠિન ક્રિયા પણ સહેલી લાગે છે. એ વાત બરાબર સમજાવવા પરમોપકારી આ. ભ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા અહીં એક વ્યવહારુ દૃષ્ટાંત આપે છે:
કોઈ એક માણસ ભયંકર વ્યાધિમાં સપડાયો છે. પોતે ડાહ્યી અને સમજદાર છે પણ વ્યાધિ ભયંકર ચીસો પડાવે છે, રહી શકતો નથી. કોઈ સારો ચિકિત્સક આવે છે, એક પડીકી આપે છે અને દર્દી એકદમ રાહત અનુભવે છે. ચીસો પાડતો બંધ થાય છે. પછી એ દર્દી પેલો વૈદ્ય કહે એમ વર્તવા તૈયાર થાય ને ? વૈદ્ય કહે છે કે જો દર્દ મૂળથી કાઢવું હોય તો આનાથી ભયંકર કડવી દવા પીવી પડશે, કડકમાં કડક ચરી પાળવી પડશે, ખાવા-પીવામાં ઘણુંખરું બંધ કરવું પડશે, બોલવા-ચાલવાનું બંધ કરી મૂંગા પડી રહેવું પડશે. આ બધું કરવા એ દર્દી તૈયાર થાય ને ? જે દવા એને જોવી ગમતી ન હતી, જેની કડવી વાસથી એ ત્રાસ અનુભવતો હતો એવી પણ દવા લેવા તૈયાર થઈ ગયો તે શાથી ? કહો કે આરોગ્યનો ક્ષણભર અનુભવ થયો તેથી. વૈધ જોઈને પણ એ આનંદ અનુભવે છે. વૈદ્ય આવે ત્યારે એમનું સન્માન કરે છે ને ખુશી થાય છે. એ વૈદ્ય માટે કોઈ ઘસાતું બોલે, કોઈ કહે કે-આ તો બહુ આકરી ચરી પળાવે છે. એના કરતાં બીજા ઘણા વૈદ્ય છે એની દવા લો, તો એવી સલાહ સગાં માબાપની કે સગી સ્ત્રીની પણ એ સાંભળવા તૈયાર થતો નથી, કારણ કે એને શ્રદ્ધા બેસી ગઈ છે કે મારો રોગ બહુ ભયંકર છે અને તે આ વૈદ્ય જ મટાડશે.
વ્યાધિથી ખૂબ પીડાયા પછી આરોગ્યના લેશનો જેણે અનુભવ કર્યો છે એવો ડાહ્યો આદમી હવે ગમે તેવી કષ્ટકારી ક્રિયામાં પણ ધીર બનેલો સમ્યક્ પ્રકારે પ્રીતિથી પ્રવર્તન કરે છે. કેમ ? એને વ્યાધિનું ભાન છે, ઔષધથી કિંમત સમજાઈ છે, કિંચિત્ અનુભવ થયો છે માટે હવે એ બધું કરવા તૈયાર છે. દિવસમાં દસ વાર દવા પીવી પડે તો એ પ્રેમથી પીશે, ના નહિ પાડે. એ જ રીતે સંસારવ્યાધિથી પીડાતો ઉત્તમ આત્મા સમતારૂપી આરોગ્યના લેશને પામીને પછી એ ગુરુ કહે તેમ કરવામાં ભાવપૂર્વક-પ્રીતિપૂર્વક તૈયાર થાય જ. સમ્યગ્દષ્ટિ આત્માને ઉપાદેયની સિદ્ધિ ન થવાથી દુ:ખ થાય અને હેયની સિદ્ધિ