________________
૩૩૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
08.
માલિકીમાં છે ત્યાં સુધી એની પાસે કામ લઈ લો. આજે ઘણા કહે છે કે “ઘરમાં પણ અમારું ચલણ નથી.” પણ શાથી નથી ? જર, જમીન અને જોરુ (સ્ત્રી) માટે ઝઘડા કર્યા કરે, એ ત્રણની પાછળ ચોવીસે કલાક ભૂતની જેમ ભમ્યા કરે અને એમાં જ રચ્યાપચ્યા રહે; આ રીતે તમે એની ગુલામી સ્વીકારો પછી એ તમારી પર સત્તા ન જમાવે ? તમે જ ગુલામીમાં જીવો તે સ્ત્રી કે લક્ષ્મી તમારા પર સત્તા કેમ ન જમાવે ? તમે લક્ષ્મીના માલિક નથી. માલિક કદી મૂંઝાય ખરા ? માલિક છે કે જેને એની પરવા જ ન હોય.
ધનાજી લક્ષ્મીને જરાયે ગણતા ન હતા, તો લક્ષ્મી એમની પાછળ પાછળ ભમતી હતી. લક્ષ્મી જુએ ત્યાંથી એ ભાગતા અને લક્ષ્મી એમની પાછળ દોડતી. એમનાં પગલાં પડે ત્યાંથી લક્ષ્મી નીકળે અને જ્યાંથી નીકળે ત્યાં જે મળે તેને એ આપી દેતા. એ આટલા ઉદાર હતા તેથી લક્ષ્મી એમની સેવિકા થઈને રહી. જેટલા ત્યાગી એટલી જ સાચી રીતે એ વસ્તુના માલિક.
શ્રી જિનેશ્વરદેવો જેવો દુનિયાની સાહ્યબીનો ભોગવટો કોઈએ કર્યો નથી. જીવનના અંત સુધી એવી સાહ્યબી વચ્ચે રહીને મુક્તિએ ગયા અને જેઓએ લક્ષ્મીની ગુલામી કરી તે એવા રવડ્યા કે પત્તો જ નથી.
સભાઃ “શાલિભદ્રને એવી સાહ્યબી નહિ ?' '
-શાલિભદ્રને સાહ્યબી તીર્થંકર પરમાત્માની સાહ્યબી પાસે કોઈ વિસાતમાં નહિ. અરે, પગની રજ સરખી પણ નહિ. ભગવાન, માતાના ગર્ભમાં આવે ત્યારથી દેવો તથા ઇંદ્રો દોડાદોડ કરે. જન્મે ત્યારે ચોસઠ ઇંદ્રો મેરુ પર્વત ઉપર હાજર થઈ જાય. એમની સાથે ક્રિીડા કરવા પણ દેવો.આવે. એમની કાયાની કાળજી ચોવીસે કલાક ઇંદ્રો કર્યા કરે. શાલિભદ્રજીને તો એક પિતા દેવ તરીકે તેમની સંભાળ લેતા, જ્યારે પરમાત્માની સેવામાં તો સંખ્યાતા અસંખ્યાતા ઇંદ્રો અને દેવો છે. જન્માભિષેક સમયે મેરુપર્વત ઉપર એ બધા દેવો અને ઇંદ્રો આવે. ત્યાં ક્ષીરસમુદ્ર વગેરેના જળથી સ્નાન કરાવે. અને તે પણ કેટલા જળથી ? શું આ સાહ્યબી બીજાને મળે ?
સભાઃ એ જળ કેવું ?
-ઘી, સાકરથી મિશ્રિત કઢેલા દૂધ જેવું-તમે ત્યાં ગયા હો તો પીવા જ માંડો. ભગવાનના હાથના અંગૂઠામાં ઇંદ્ર, અમૃતનો સંચાર કરે. સ્તનપાનની એમને જરૂર નહિ-સુધા લાગે ત્યારે દૂધ માટે એમને રડવું ન પડે. અંગૂઠે અમૃત છતાં એ પરમાત્માનો વિરાગ કેવો ? ઇંદ્રો આવે છતાં સામું ન જુએ-એ આવે ને જાય પણ તેમને કાંઈ અસર ન હોય. તમારી પાસે કોઈ સામાન્ય દેવ