________________
૨૩ : વિવેકદૃષ્ટિની અનિવાર્યતા ! - 63
૩૩૯
પણ આવે તો ? અને જો વરદાન માગવાનું કહે તો ? શું માગો ? અરે, માગવાના વિચારમાં જ સન્નિપાત થઈ જાય. દેવો તમારી પાસે નથી આવતા એ જ સારું છે. કારણ, જ્યાં જર, જમીન ને જોરુની ગુલામી છે, ત્યાં જો દેવો વરદાન માગવાનું કહે તો મોકાણ જ મંડાઈ જાય. એ ત્રણના રસિયા પાસે દેવો ન આવે, જ્યારે દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણના રસિયાને દેવો શોધતા ફરે.
909
દેવ-ગુરુ-ધર્મના રસિયા પાસે દેવો પ્રગટ થઈને વરદાન માગવાનું કહે તોયે એ ન માગે. એ તો કહે કે શ્રી જિનેશ્વરદેવની ભક્તિ મળી એટલે મને બધું જ મળી ગયું છે. કદી દેવ બહુ માગવાનું કહે તો પેલો પોતાની ભક્તિનું જે ફળ મળવાનું હોય તે માગે ત્યારે દેવને કહેવું પડે કે એ ભક્તિનું ફળ આપવાનું સામર્થ્ય હોત તો તારી સેવા શા માટે કરત ? હું જ એ ફળ મેળવીને બેસી ન જાત ? પેલો કહે કે તો મારી બીજા કોઈ ફળનો ખપ નથી.
માટે કહ્યું કે-‘સમ્યગ્દષ્ટિ આત્મા સંસારમાં ૨મે નહિ’-એ ધન વગેરેનો ગુલામ ન હોય પણ માલિક હોય.
સભા : આવી વાણી સાંભળવાથી સાચી વાત ન સમજાય ?
-મોહાંધ જીવોને ન સમજાય. રાજ્ય ખોટું; રિદ્ધિ ખોટી એમ ભગવાન પોતે કહે તોયે કહેનારા હતા કે-એ તો ભગવાન છે માટે કહે પણ આપણે એવું બધું કાંઈ થોડું માની લેવાય ? પછી રાજ્ય ગયું ત્યારે ભલે રોયા, પણ પહેલાં તો ન
જ સમજ્યા.
જે પોતાની ચિંતા ન કરે તેની ચિંતા સૌ કરે
આંત્મા બધા સરખા નથી. કેટલાકને મુક્તિની ચિંતા છે, તો કેટલાકને સંસાર ચાલુ રાખવાની ચિંતા છે. કેટલાકને વળી એવી ચિંતા છે કે-બધા સાધુ થઈ જાય તો સંસારમાં રહેશે કોણ ? આપણે તો અહીં આવનારની ચિંતા ક૨વાની વાત છે. એમને મારે સમજાવવું છે કે સંસારના સુખને દુઃખ માનવું એ સંવેગની વાત છે. એ માટે હૃદયનો પલટો થવો જોઈએ. એકલું માથું હલાવ્યુ કામ નહિ થાય. હૈયામાં એ વાત ઘોળાવી જોઈએ. એ ઘોળાય તો અમલમાં મુકાય-અમલ થાય તો પછી પૂર્વના ભારે પાપોદય વિના લક્ષ્મીહીન નહિ થવાય-પછી તો લક્ષ્મી તમારી દાસી બનશે-અપૂર્વ સુખનો અનુભવ થશે. પછી તો તમારા સુખની ચિંતા તમારે નહિ કરવી પડે, એ ચિંતા જગત ક૨શે. તમારા સુખ-દુઃખને વિચારનારા બીજાઓ તમારી પાછળ ફરશે-ત્યાગીની ચિંતા બીજાને થાય. તમારા પુણ્યની માત્રા જેમ વધે તેમ તમારી ચિંતા બીજાને વધે.