________________
-
૩૪૦. સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨ -
10 પાપાત્માઓને છોડીને આખી દુનિયા આત્માની ચિંતા કરે. અત્યારે તો ઘરના ચિંતા કરે, પછી તો ગામના, નગરના અને છેલ્લે સારી દુનિયાના લોકો એની ચિંતા કરે. આજે તો તમારો કીકો, કીકી, ઘરની સ્ત્રી વગેરે ચાર-આઠ જણા જ તમને માનનારા છે. અરે, એમાં પણ ખરેખર માને કોણ અને ન માને કોણ એ તો તમારે છ-બાર મહિના એવું ચાલે ત્યારે ડાહ્યા થઈને બોલે કે “બાપાજી હવે હેરાન બહુ થાય છે. હવે તો છૂટે તો સારું !' આનો અર્થ સમજ્યા ને? બોલે છે, બાપાજી બહુ હેરાન થાય છે અને મનમાં એ કે “અમે બહુ હેરાન થઈએ છીએ.” બોલે છે, બાપાજી આ દુ:ખથી છૂટે તો સારું અને મનમાં છે કે “અમે આ દુઃખથી છૂટીએ તો સારું.’ આ રીતે મરવા કરતાં સારી રીતે મરવું શું ખોટું ? સ્નેહીઓ જ આપણે છૂટીએ એમ ઇચ્છે એના કરતાં એ રીતે જીવો કે મરતી વખતે હજારો આત્મા સમાધિ આપે. એવી રીતે જીવો અને એવી રીતે કરો કે દુનિયા તમારા જીવન-મરણને યાદ કરે. હં તો એવાને શેઠિયા નહિ પણ વેજ્યિા જ કહું ઃ
આજે તો તમે બે મહત્ત્વનાં સ્થાન નક્કી કર્યા છે. એક બંગલો અને બીજું બજાર. મંદિર અને ઉપાશ્રય તો ફુરસદ મળે ત્યારે. બાકી મનમાં તો ચોવીશે કલાક હવેલી અને પેઢી–અહીંથી મોટરમાં ઊપડે એટલે ત્યાં અને ત્યાંથી ઊપડે કે સીધો અહીં-જાણે ફેરી કરનારો ફેરિયો ! દુકાને નોકર એની રાહ જુએ, ઘરે પત્ની રાહ જુએ. મંદિરે કદી આવે તો કપાળમાં ચાંલ્લો કરી ભગવાનને હાથ જોડી રવાના થાય. કદી પૂજા કરતાં ભગવાન પાસે વીતરાગતાનો અંશ માગ્યો ? આ ઘર તથા પેઢીના આંટાથી કંટાળ્યાની ભગવાન પાસે કદી કબૂલાત કરી ? અરે, મોટર પણ દોડાવે એવી કે છાતીમાં પવન ભરાઈ જાય, કેમકે ટાઇમ ઇઝ મની.” હવે આવાઓ આજે કહે છે કે-“અમને શેઠિયા કહો !” હું તો એવાને વેઠિયા કહું. અમે શેઠ કહીએ તો એને ત્રણ શેર લોહી ચડે અને કહે કેમહારાજ કાંઈક વહેવારુ બન્યા” નહિ તો કહેશે કે “મહારાજ વ્યવહાર પણ જાણતા નથી. પણ જૈનશાસ્ત્ર એવા વ્યવહારને માનતું નથી. ઠીક છે કે-રાજાને રાજન્ કહીએ અને સામાન્યને સામાન્ય સંબોધન કરીએ. કોઈને કરવું અને કોઈને મીઠું કહીને પણ દેવાનું તો એક જ. લક્ષ્મી વગરનાને કહેવાય કે ગભરા મા ! અને લક્ષ્મીવાળાને કહેવાય કે ભાગ્યશાળી ! એમાં મૂંઝાઓ મા ! આમ અલગ અલગ રીતે કહીએ પણ કહેવાનું તો એક જ ‘તમે મોટા કહેવાઓ છો પણ ખોટા ન થતા” એમ પણ કહીએ છતાં કહેવાની વાત તો એ જ ને ?
આચારાંગમાં કહ્યું છે કે