________________
775
૧૫ : સંઘ, સાધુનો રક્ષક હોય કે નિંદક ? - 55
――――――――――――――――――
૨૦૫
સમ્યક્ત્વને રૂઢ બનાવવા શું કરવાનું ?
આ સ્થિતિ કેળવ્યા વિના સંઘ મેરૂ બને ? એની સમ્યક્ત્વરૂપ પીઠ મજબૂત થાય ? સાંભળ્યું એટલું નહિ તો અંશે તો અમલ કરો.
સભા ‘કદી અમલ કરે તોય આપ રહો ત્યાં સુધી.’
ત્યાં સુધી કરો તોયે અમને ખાતરી છે કે અમલમાં એટલી તાકાત છે કે પછી પણ છોડવાનું મન નહીં થાય. પણ શરૂઆત કરો તો ને ? દૃઢ સમ્યક્ત્વને રૂઢ બનાવવાની આ વાત ચાલે છે. રૂઢતા માટે કેવાં પરિણામ જાઈએ, એ સમજાવવું છે. એ પરિણામ એવાં છે કે જે સાંભળી શરૂમાં તો તમને ત્રાસ થાય. જેને તમે સુખ માનો તેને દુ:ખ માનવાની અને જેને તમે લેવા દોડો છો તેને મૂકવાની એમાં વાત છે. તમારી પાસે એક વાત મૂકતાં પહેલાં બે-ચાર દિવસ તો હું એની પીઠિકા કરું છું. જો એમને એમ કહી દઉં તો અસર શી થાય ? ‘જી-જી’ કરો અને જે કરતા હો તે કરતા રહો એવું થાય. એ ‘જી-હા’માં કાંઈ જામે નહિ. માટે જી-હા કહેવરાવતાં પહેલાં આટલી લાંબી લાંબી વાતો કરું છું, નહિ તો બે ગાથા કહેતાં વાર કેટલી ? ઘણાઓ મોટાં મોટાં આગમો સાંભળ્યાની વાતો કરે છે. અમુકે ઋદ્ધિ-સિદ્ધિ તજી, ચક્રવર્તીઓએ છ ખંડ તજ્યા, રાજાઓએ રાજ્ય છોડ્યાં, શેઠિયાઓએ શેઠાઈ છોડી, એ બધા મહાપુણ્યવાન એવી વાતો કરે પણ તેમની પોતાની વાત પૂછીએ તો કહે કે-‘આપણે તો ભાઈ ! પગે લાગીએ એ બધાને ! આપણાથી તો કાંઈ છોડાય નહિ.'
ધર્મશાસ્ત્રકારોએ ધર્મીની કથા શા માટે કહી ? નવરા હતા માટે ? એકે એક રાજાની ઋદ્ધિ-સિદ્ધિ, સંપત્તિ, સત્તાનું વિસ્તા૨થી વર્ણન કર્યું તે શા માટે ? એ સમજાવવા કે આવી સ્થિતિવાળાઓએ પણ પ્રભુશાસન પામીને એ બધું તજ્યું. શ્રી જિનેશ્વરદેવના શાસનનો મહિમા જ તજવામાં છે. આજે તો ઋદ્ધિસિદ્ધિ મળ્યાની વાત યાદ રાખે અને તજ્યું એ વાત ભૂલી જાય. વિચારો પણ કેવા કરે ?‘એમને ત્યાં ચોરાશી લાખ હાથી, અને આપણું પુણ્ય કેવું ? એકનુંયે ઠેકાણું નહિ ! એમને છ ખંડનું રાજ્ય, આપણું તો ઘ૨માંયે કોઈ માને નહિ ! આવા આવા વિચારો કર્યા કરે ત્યાં થાય શું ?
શું ધર્મ કરવા માટે જ સમય નથી ?
પૂજા સામાયિકાદિમાં ટાઇમ નથી એમ કહે, લાખ મેળવવાનો મંત્ર આપું તો એનો જાપ કરવાનો ટાઇમ મળી જાય. એ મંત્ર લેવા બધા ઊભા થાય એટલે સામાયિક માટે ટાઇમનું બહાનું ખોટું છે. મૂળમાં ધર્મની જરૂ૨ જ નથી લાગી. ધર્મની જરૂ૨ વિનાના અહીં આવે એમાં લાભ પણ શો થાય ? ‘ધર્મની જરૂર