________________
૨૦૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ – છે' એવું જેને જચતું નથી. એવાઓનો મોટો શુંભ મેળો જોઈ હરખાવું એના જેવી બેવકૂફી એકે નથી. અહીં પણ ધર્મ ન જોઈએ તો જોઈએ શું ? | તમને પૈસાની વાતમાં ટાઇમ મળે, ધર્મ માટે ન મળે. આડતિયો ચાર દિવસ રહે તો એની સેવામાં બધો ટાઇમ મળે. ઊંચે પાટલે બેસાડી ઊંચાં માલપાણી જમાડો. તાર આવે તો સ્ટેશને લેવા દોડો. દેખાય એટલે વળગી પડો, જાણે ભારોભાર પ્રેમ ઊભરાયો ! અને અહીં ભગવાનની ભક્તિ ભગવાન ઉપર જાણે ઉપકાર કરતા હો એ રીતે કરો તો પછી ધર્મનો ખપ છે, એમ કેવી રીતે કહેવાય ? ઘણા તો એવા છે કે દોડાદોડ કરતા મંદિરે આવે, ફાવે તેમ સ્તુતિ બોલી જાય, ફાવે તેમ પૂજા કરી લે, ત્રણ લોકના નાથ અહીં બેઠા છે, એનો ખ્યાલ પણ એને ન હોય ચાર જણા ચૈત્યવંદન કરતા હોય પણ આ નામદાર એવા ઘાંટા પાડે કે બધાનું ડહોળાઈ જાય. ચાલે પણ એવી રીતે કે બેઠેલા માણસો કે પડેલી ધર્મસામગ્રીને ઠોકર મારતો જાય. ઘંટ એવો ઠોકે કે સાંભળનારને ત્રાસ થાય. આ રીતે ઘંટ ઠોકવાની વિધિ છે ? પ્રભુદર્શનનો આનંદ વ્યક્ત કરવા ઘંટનાદ કરવાનો છે, તે એવી રીતે કરે કે ગાનારના સૂરમાં સૂર ભળી જાય. આ તો આંખો મીંચીને ઠોકવા જ માંડે. આમાં વિવેક ક્યાં રહ્યો ?
ધર્મ માટે ટાઇમ નથી એમ કહેનારા ખોટા છે. સામાયિક, પ્રતિક્રમણ અને પૂજા માટે ધારે તો સમય ન મેળવી શકે એવો શ્રાવક મને કોઈ દેખાતો નથી. આજે મોટા ભાગે આઠ કલાક ઊંઘનારા ઘણા છે, આઠ કલાક ઊંઘવું એ એદીનું લક્ષણ છે ! વૈદક શાસ્ત્ર છ કલાકથી વધારે ઊંઘવાની ના પાડે છે. આ તો આઠ કલાક ઊંધ્યા પછી પાછો નવરો પડે તો દહાડે પણ ઊંઘે પણ સામાયિક ન કરે, ધર્મનાં પુસ્તક ન વાંચે, તત્ત્વગોષ્ઠિ ન કરે. નવરો પડે ત્યારે ગપ્પાં મારે, કોઈની નિંદા કરે અને થાકે ત્યારે ઊંઘે અને પછી ટાઇમનાં ખોટાં બહાનાં કાઢે. તમારું ટાઇમ ટેબલ આપો તો બધાં કામ તમને ગોઠવી આપું. પણ ધર્મનો ખપ હોય તો બધું થાય. આજ્ઞાના વિરાધક ન બનો !
ઘણા આવીને મને કહે છે કે-આજે મંદી એવી આવી છે કે દુકાને બેસી માખો ઉડાવવી પડે છે, હું પૂછું છું કે-આ હાલત શાથી ?
સભા: “પરભવનો અશુભોદય.”
અને સાથે વર્તમાનની કરણી, એમ પણ બોલો ! પામપ્રવૃત્તિથી પાછા નહિ હઠો, અયોગ્ય વિચાર પર અંકુશ નહિ મૂકો, પ્રભુઆજ્ઞાથી વિરુદ્ધ ન જવાય એની કાળજી નહિ રાખો અને જેમ ચાલે છે, તેમ દુનિયાના પ્રવાહમાં ઘસડાયે