________________
૧૨૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
દોષોનું સ્વરૂપ આદિ આપણે જોઈ ગયા છીએ અને ચોથા ‘મિથ્યામતિગુણવર્ણન નામના ચોથા દોષનું વર્ણન ચાલે છે.
698
એ દોષના નામથી જ, એ વાત સ્પષ્ટ છે કે, ‘મિથ્યામતિઓના ગુણોનું વર્ણન કરવું’ એ પણ સમ્યક્ત્વને દૂષિત કરનાર છે. કારણ કે ગુણનો મહિમા ગાવા જતાં દુર્ગુણનો મહિમા વધી જાય છે. ગુણ એ, યોગ્ય સ્થળે ગુણનું કામ કરે છે ત્યારે અયોગ્ય સ્થળે દુર્ગુણનું કામ કરે છે.. એ જ કારણે ગુણરાગી, પાત્રની પરીક્ષા કર્યા વિના ગુણી પ્રશંસાનો પ્રયત્ન કરે જ નહિં. ગુણ એ પ્રશંસાપાત્ર છે. પણ અયોગ્ય વ્યક્તિના નામે નહિ, કેમ કે, એ પ્રશંસાથી ગુણ છુપાઈ જાય છે અને અવગુણ પેદા થાય છે.
કોઈની ક્ષમા જુઓ તો, ક્ષમાગુણને ખૂબ વખાણો. પણ જે પાત્રમાં ક્ષમા જુઓ તેની પ્રશંસા કરતાં પહેલાં ખૂબ જ સોચો, કારણ કે એ જ ગુણ અયોગ્ય આત્મામાં જુદી જ સાધના માટે હોય છે. દશ પ્રકારના યતિધર્મમાં પહેલો ધર્મ ક્ષમા છે, પણ એ જ ગુણ ઉન્માર્ગદેશકમાં દોષ (દુર્ગુણ) રૂપ છે. મુક્તિની આરાધના માટે જ્યારે ક્ષમા એ ગુણ છે ત્યારે બીજા માર્ગની આરાધના માટે ક્ષમા એ દોષરૂપ છે. ‘નદીનું મીઠું પાણી પણ સાગરમાં જાય તો ખારું કેમ ?’ આ પ્રશ્નનો ઉત્તર એ જ છે કે, ‘સાગરમાં ગયું માટે.’ એ જ રીતે સારો પણ ગુણ અયોગ્યમાં દોષરૂપ છે, કારણ કે, દુર્ગુણરૂપે પરિણમે છે. મેઘનું પાણી સ્વાતિ નક્ષત્રમાં છીપમાં પડે તો જુદું ફળ આપે અને સર્પના મુખમાં જુદું ફળ આપે છે. પાણી એકનું એક જ પણ ભેદ પાત્રનો છે. ગુણ એકનો એક પણ અયોગ્ય સ્થળે દોષરૂપ થાય છે. ગુણ પ્રશંસાપાત્ર જરૂર છે, પણ જેનામાં ગુણ છે તેનો વિચાર કરે એ સમ્યગ્દષ્ટિ અને વિચાર ન કરે એને મિથ્યાસૃષ્ટિ બનતાં વાર નથી લાગતી.
પરાક્રમ વગેરે ગુણો યોગ્યની પાસે આવવાથી યોગ્ય આત્માઓએ જગતનો ઉદ્ધાર કર્યો અને એનાથી જ અયોગ્યોએ જગતનો સંહાર કર્યો. પ્રાપ્ત થયેલા અનંત બળથી, શ્રી તીર્થંકરદેવોએ કેવળજ્ઞાન મેળવ્યું, જ્યારે હીણકર્મી આત્માઓએ મળેલા બળથી સાતમી નરક આદિ દુર્ગતિ મેળવી. જે સાધનસામગ્રીથી, ઉત્તમ આત્માઓ તર્યા તે જ સાધનસામગ્રીથી અધમ આત્માઓ ડૂબ્યા. પહેલું સંહનન પુણ્યયોગે મળે પણ એનાથી કેટલાય મોક્ષે ગયા અને કેટલાય નરકે ગયા. લખવા બોલવાનો પણ ગુણ છે પણ એ જ શક્તિના યોગે આજે દુનિયામાં ધમાચકડી મચી છે ! આજે બધે કોલાહલ અયોગ્ય લેખકો તથા વક્તાઓનો છે.
‘લખવું બોલવું એ પણ વિકસેલી શક્તિ છે, છતાં ઉત્પાત શાથી ?’ આ