________________
૧૨૯
પ્રશ્નનો ઉત્તર, ‘જેને શક્તિ મળી છે તે પાત્ર અયોગ્ય છે,' આ છે. એ શક્તિ સારી, જો ધા૨વામાં આવે તો એ શક્તિથી જગતને સન્માર્ગે દોરાય. પણ એ જ શક્તિ સ્વાર્થી, પેટભરા, દુનિયાના રંગરાગમાં પડેલામાં આવે તો કયો અનર્થ ન થાય ? દુનિયાના જીવોમાં પણ બુદ્ધિ છે; અને ત્યાગીમાં પણ બુદ્ધિ છે; કઈ સુબુદ્ધિ અને કઈ કુબુદ્ધિ ? એ વિચારો; કારણ કે, વસ્તુ સારી અને નરસી બેય રૂપે રહેલી છે. ગુણાનુરાગી ખંડિત થાય નહિ અને એના નામે દુર્ગુણ ફાવી જાય નહિ એ આપણું ધ્યેય છે.
699
૧૦: સમ્યક્ત્વના ચોથા દોષનું સ્વરૂપ અને પરિણામ -
-50
ગુણાનુરાગમાં જો ખામી આવે તો પ્રમોદભાવના કે જે સમ્યક્ત્વનું બીજ છે અને સમ્યક્ત્વને સીંચનારી, ખીલાવનારી તથા પોષનારી છે તે ઊડી જાય છે અને જો એના નામે દુર્ગુણી ફાવે તો સમ્યક્ત્વમાં દૂષણ લાગે છે. પ્રમોદભાવના જવા દેવી નહિ અને દૂષણ લાગવા દેવું નહિ એ બેય સાચવવું છે. ગુણ જોઈને જો આનંદ ન થાય તો પ્રમોદભાવના જાય અને ગુણાનુરાગના વેગથી જેના તેના ગુણ ગવાય તો સમ્યક્ત્વ દૂષિત થાય છે. આથી ગુણ જોઈને પ્રમોદ પમાય પણ ગાવાના પ્રસંગે તે કોણ છે તે જોવું જોઈએ, એ યોગ્ય હોય તો ગુણ ગવાય. જો આ યોગ્યાયોગ્યતા ન જોવાય તો જતે દિવસે પ્રભુના માર્ગથી વંચિત રહેવાનું અને રાખવાનું પરિણામ આવે. કારણ કે, જેના તેના ગુણ ગાવાના નિમિત્તે, પોતાની સાથે અનેક આત્માઓ ઉન્માર્ગે જાય. એ જ કારણે ઉપકારીઓની આજ્ઞા મુજબ ગુણ અને દોષનો વિવેક કરવો એ આવશ્યક છે.
•
પરમોપકારીઓની સ્પષ્ટભાષિતા :
‘ગુણ અને દોષનો વિવેક’ આવશ્યક છે એ જ હેતુથી ૫૨મ માધ્યસ્થ્યને ધરતા પરમર્ષિઓએ, કોઈ પણ વાતમાં પોતાની સ્પષ્ટભાષિતાને આંચ નથી આવવા દીધી. દરેક દર્શનનું સ્વરૂપ આદિ પરમ માધ્યસ્થ્યભાવે વર્ણવવા છતાં ૫૨મોપકારી ૫૨મર્ષિઓ, એ દર્શનોની હેયતાને સ્પષ્ટ કર્યા વિના નથી જ રહ્યા.
જેઓ, શ્રી આનંદઘનજીના નામે મસ્ત બનીને યથેચ્છ બોલવાની અને લખવાની વાતો કરે છે, તેઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે, શ્રી આનંદઘનજીએ પણ અસત્યનું ઉન્મૂલન કરતી અને સત્યનું સમર્થન કરતી સ્પષ્ટભાષિતાને જતી નથી કરી. તેઓએ પણ શ્રી ઋષભદેવ સ્વામીના સ્તવનમાં -
66
‘કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ;”
આ વાત સામાની લખી અને તે પછી તરત જ પોતે લખ્યું કે -
“દોષરહિતને લીલા વિ ઘટે રે, લીલાદોષ વિલાસ.”