________________
700
૧૩૦
– સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ આ પ્રમાણે લખીને, લીલાવાદીઓની માન્યતાના શ્રી આનંદઘનજીએ ચૂરેચૂરા કરી નાંખ્યા અને સાફ સાફ કહી દીધું કે –
જેઓ ઈશ્વરને લીલા કરનારા માને છે, તેઓ, ઈશ્વરના ઈશ્વરપણાનું લિલામ કરે છે, કારણ કે, એક બાજુ ઈશ્વરને વીતરાગ આદિ કહેવા અને બીજી બાજુ લીલા કરનારા કહેવા એ ઈશ્વરના ઈશ્વરપણાનું ઉઘાડું લિલામ જ છે. દોખરહિતમાં દોષના વિલાસનું સ્થાપન કરવું એ દોષરહિતનીદોષરહિતતાનું લિલામ નહિ તો બીજું છે પણ શું ? આથી સમજો કે દોષના વિલાસરૂપ લીલા ઈશ્વરમાં ઘટતી નથી માટે જે ઈશ્વર છે તે લીલાના કરનારા નથી અને જે લીલાના કરનારા છે તે ઈશ્વર નથી.”
પરમોપકારી પરમર્ષિઓની આવા પ્રકારની સ્પષ્ટભાષિતા હોય છે. પ્રભુશાસનને પામેલાઓની મધ્યસ્થતા, તેમને સાચા-ખોટાની સ્પષ્ટતા માટે મૂંગા કદી જ નથી બનાવતી. જેઓ, આજે સાચા અને ખોટાની સ્પષ્ટતા કરવામાં શક્તિ હોવા છતાં મુંગા બની બેઠા છે, તેઓ “લોકના પૂજારી હોઈ વાસ્તવિક રીતે પ્રભુશાસનના પૂજારી જ નથી' – એમ કહેવામાં કશી જ અત્યુક્તિ નથી. વિવેક એ દીપક છે:
જેઓ, પોતાને પ્રભુશાસનના વિવેકરૂપ દીપકને પામેલા તરીકે મનાવે છે, તેઓ પણ, જો સત્ય અને અસત્યનું પ્રકાશન ન કરે અને સત્યની અર્થી જનતાને પણ અંધકારમાં અથડાવે તો તેઓને, વિવેક નહિ પામ્યા છતાં પામવાનો દંભ કરનારા તરીકે ઓળખાવવામાં લેશ પણ મૂંઝાવાનું નથી. એવાઓના પાપે જ, ભદ્રિક જનતા પણ આજે, મિથ્થામતિઓના ગુણવર્ણનમાં ફસી પડી છે. જે ક્ષમાશીલ આજે ક્ષમાના નામે અનેક જૂઠાણાં પ્રચારી ધર્મજનતાના ભાવપ્રાણો હરી રહેલ છે તેની ક્ષમાનાં વખાણ એ ધર્મ નથી. પણ ઘોર અધર્મ છે.” એમ જાહેર કરી દેવાની આજે અનિવાર્ય આવશ્યકતા છે અને એ આવશ્યકતા મુજબ પ્રભુશાસનની સુવિશુદ્ધ પ્રણાલિકાને અનુસરીને એ વાત હું આજે જાહેર કરી દઉં છું અને કહું છું કે -
ગુણનિરૂપણ ભલે કરો. પણ વ્યક્તિની પ્રશંસા વખતે એકદમ સાવધ થાઓ. જેના તેના ગુણ ગાવાથી પમાયેલું સમ્યકત્વ (જે માનો છે તે) નહિ ટકે. નિરંતર દોષોનું સેવન એ આત્માના શુદ્ધ ગુણનું પણ ઘાતક છે. લોકવાહવાહના શરણે થવું એ પરમતારક ધર્મના શરણનો પરિત્યાગ કરવા જેવું છે. માટે ચેતો અને સમજો કે, ગુણાનુરાગી, ગુણરાગના નામે નિર્ગુણીનો અને દુર્ગુણીનો મહિમા વધારવાની ક્રિયા ન જ કરે.”