________________
૧૦ઃ સમ્યકત્વના ચોથા દોષનું સ્વરૂપ અને પરિણામ વીર સં. ૨૪૫૬, વિ.સં.૧૯૮૧, મહા સુદ દ્ધિ. ૩, રવિવાર તા. ૨-૨-૧૯૩૦
50
• ગુણ અને દોષનો વિવેક :
પરમોપકારીઓની સ્પષ્ટભાવિતા : • વિવેક એ દીપક છે : • ક્લેશ થાય એટલા માત્રથી સારાં કાર્યો બંધ ન કરાય ! • “લોગવિરુદ્ધચ્ચાઓ” પદનું તાત્પર્ય સમજો ! .
ક્લેશના ભયથી ધર્મ છોડી દૃષ્ટિને નિર્મળ બનાવો તો વાસ્તવિકતા સમજાય : વિવેકદૃષ્ટિ અને આત્મનિરીક્ષણની અનિવાર્યતા :
વ્યાખ્યાન શા માટે ? • સર્વત્ર ધર્મલાભ !, અર્થલાભ ક્યાંય નહિ : • માત્ર ધર્મમાં જ સમજ નહિ ! . • મોહાંધોની દશા પણ પારઘી જેવી : . .
ડૂબતાને બચાવવા સંમતિની રાહ જોવાય ?.
ગુણ અને દોષનો વિવેકઃ
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી મહારાજા, શ્રીસંઘની સ્તવના કરતાં શ્રીસંઘને નગર આદિની ઉપમાથી સ્તવવા બાદ સુરગિરિની ઉપમાથી સ્તવના કરતાં ફરમાવી ગયા કે, સુરગિરિની પીઠ જેમ શ્રેષ્ઠ વજરત્નમયી હોઈ, દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોય છે, તેમ શ્રીસંઘરૂપ સુરગિરીની પીઠ પણ સમ્યગુદર્શનરૂપ શ્રેષ્ઠ વજરત્નની છે અને તે પણ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોવી જોઈએ.
ટીકાકાર મહર્ષિ આચાર્ય ભગવાન શ્રીમલયગિરિજી મહારાજા પણ ફરમાવી ગયા કે શ્રીસંઘરૂપ સુરગિરિની સમ્યગ્દર્શનરૂપી શ્રેષ્ઠ વજરત્નમયી પીઠને દઢ રાખવા માટે શંકાદિ દોષોરૂપી વિવર ન પડવા દેવું જોઈએ કે જેથી એમાં કુમતોના વાસનારૂપી પાણીનો પ્રવેશ થઈ જાય ! સમ્યકત્વ પીઠને પોલી બનાવનારા દોષો પાંચ છે. એમાંના “શંકા, કાંક્ષા અને વિચિકિત્સા' આ ત્રણ