________________
૪૯૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
1062
સૂચવે છે. સમ્યક્ત્વ સ્પર્શે તો જૈનકુળમાં જન્મેલાને આ વિચાર હોય નહિ. આ વિચાર તો સૂચવે છે કે જૈનકૂળમાં મળ્યું પણ મૂળ ગયું. આ વિચાર કરનારા તો ભયંકર પાપ બાંધી રહ્યા છે. એવા આત્માઓ કદી સેવાપૂજા કરતા હોય તો પણ શાસ્ત્ર કહે છે કે એ ક્રિયા એ દંભ છે; એમાં ગુણ નથી. બીજાની સારી સ્થિતિ કે સારી ધર્મક્રિયા જોઈને જૈનને તો આનંદ જ થાય. જૈન તે કે પોતે દરિદ્રી હોય પણ બીજાને શ્રીમાન જોઈને એને હર્ષ જ થાય પણ એની આંખમાં કદી ઈર્ષ્યાનો અગ્નિ ન પ્રગટે. કોઈ દરિદ્રી શ્રીમાનને જોઈને બળે તેથી એને લક્ષ્મી મળી જાય ? મળે નહિ એ નક્કી વાત, તો પછી બળતરા શા માટે ? એક બુદ્ધિમાન રોજની સો ગાથા કરે અને બીજો મંદબુદ્ધિવાળો માંડ એક કરે, તો પેલો ‘સો કેમ કરે છે ?’ એમ કહે તો ઉપરથી જ્ઞાનાવરણીય બાંધે ને પછી તો એક આવડતી હતી તે પણ ન આવડે. સો ગાથા ક૨ના૨ની ઈર્ષ્યા કરવાથી એ શક્તિ પણ ગુમાવે. જેને માનપાન જોઈએ તેણે બીજાનાં માનપાન જોતાં શીખવું જોઈએ. નામનાની ઇચ્છાવાળાએ બીજાની નામના ખમતાં શીખવું જોઈએ. કોઈની પૂજા જોઈને ઈર્ષ્યાથી બળશો તો પોતાની પૂજા પહેલી નષ્ટ થવાની. જ્ઞાનીને જોઈને તો અજ્ઞાનીએ રાજી થવું જોઈએ.
સભા ‘કોઈની ખોટી પૂજા થતી હોય તો ચાલવા દેવાય ?'
ખોટી પૂજાની નહિ, અહીં તો સાચી પૂજાની વાત છે. ખોટી પૂજા કરનારા અને કરાવનારા વેષધારીઓની વાત નથી. તેવાને તો જરાયે ટેકો ન આપવો એમ શાસ્ત્ર કહે છે. ધર્મ ન હોય અને ધર્મ કહેવરાવે એવાને તો ખુલ્લા પાડવા જોઈએ. પૂર્વના પાપોદયથી દરિદ્રી બનેલાની તો ફ૨જ છે કે બીજાને શ્રીમાન જોઈ દુઃખી ન થાય. પોતાની દરિદ્રતામાં પૂર્વની આરાધનાની ખામી માને.
મુનિના બાવીસ પરિષહમાં જ્ઞાન અને અજ્ઞાન બેય પરિષહ છે. પ્રજ્ઞા (જ્ઞાન)ને પરિષહ કહ્યો અને અજ્ઞાનને પણ પરિષહ કહ્યો. બુદ્ધિ વધે ને ઘમંડ આવે, ‘હું જ વિદ્વાન' એમ બોલે તો જ્ઞાની એને મૂર્ખ કહે છે અને એનાથી કેટલાય ગુણા જ્ઞાની એવા પૂર્વના અનંતજ્ઞાની ત૨ફ નજર કરવાનું કહે છે. બીજી તરફ અજ્ઞાનીને લમણે હાથ દેવાની જ્ઞાની ના પાડે છે. જ્ઞાની ફરમાવે છે કે પૂર્વના તીવ્ર કર્મનો આ પ્રભાવ છે. એ કર્મ ખપાવવાના પ્રયત્ન કરવાનું કહે છે પણ ગભરાવવાની ના પાડે છે. જ્ઞાની ઘમંડ કરે અને અજ્ઞાની લમણે હાથ દઈને બેસે તો બેય મરે.
શ્રી જિનેશ્વરદેવના શાસનમાં આવેલો ગમે તે અવસ્થામાં પણ નિર્જરા જ કરે. એ એના શુભ પરિણામને ગમે તેવા સંયોગોમાં પણ સાચવે જ. મૈત્રી,