________________
૪૯૩
103
- - ૩૩ : વફાદારી તો શાસનના ચરણે જ - 73 પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવમાં કદી ખામી આવવા દે જ નહિ. આજના દરિદ્રીઓ તો અવળા વિચારે ચડ્યા છે, માટે ભયંકર દરિદ્રતાથી લેપાયા કરે છે. પૂર્વની ધર્મારાધનાના અભાવે હાલ ખીસામાં રાતી પાઈ પણ નથી એવામાં કોઈને સુખી ભાળે તો પાછા હૈયામાં સળગે છે. શાસ્ત્ર કહે છે કે વધારે દુઃખી થવાનો આ રાજમાર્ગ છે. આટલો દુ:ખી તો આ ભવમાં છે જ, ભવાંતરમાં એ વધારે દુ:ખી થવાનો.
આજના ભણેલાઓ કપડાં અપટુડેટ પહેરતાં શીખ્યા, એટીકેટ-પોઝિશન, ખુરશી ટેબલ પર બેસતાં, છાતી કાઢીને ફરતાં, બીજા પર હુકમ કરતાં શીખ્યા પણ એ બુદ્ધિમાનો (!)ને એ વિચાર નથી આવતો કે આવી રીતે રહી કોણ શકે ? બધાની ઇચ્છા હોય પણ બધાને એવી સાહ્યબી મળે ખરી ? “અમેરિકામાં આટલી સાહ્યબી અને અહીં કેમ નહિ ?' આ દેશમાં આટલા કરોડપતિ ને હું કેમ નહિ ?” આવું વિચાર્યા કરે પણ એ થાય ક્યાંથી ? સમ્યગ્દષ્ટિને આવા વિચાર આવે ?
સભા: ‘મહત્ત્વાકાંક્ષા હોવી એ ગુણ નથી ?'
કઈ મહત્ત્વાકાંક્ષા ? “પંચમ જ્યોર્જ શહેનાશાહ અને હું કેમ નહિ ?'એમ ? શહેનશાહત પણ પૂર્વે ધર્મની આરાધના કરી હોય તેને જ મળે છે. પણ એ ઇચ્છવા જેવી ચીજ નથી. ધર્મ આરાધો તો મુક્તિ મળશે. અવળા વિચારો કરવા મૂકી દો. મહત્ત્વાકાંક્ષા એ દુર્ગુણ છે. એ દુર્ગુણમાં સમ્યક્તનો અભાવ છે. આવાનું ભણતર ઊંધી દિશામાં જાય છે. એક જ વર્ગ, એક જ શિક્ષક અને એક જ પુસ્તક છતાં એક વિદ્યાર્થી પહેલા નંબરે પાસ થાય, એક છેલ્લા નંબરે પાસ થાય અને કેટલાક ઠોઠ નાપાસ થાય છે એનું કારણ ? એક વિદ્યાર્થી એવો કે વર્ગમાં બરોબર સાંભળે. ઘેર આવીને પુસ્તક જુએ પણ નહિ, છતાં પાસ થાય અને એક એવો કે વાંચી વાંચીને મરી જાય તોયે માંડ પાસ થાય, કદાચ નપાસ પણ થાય. આનો હેતુ શો ? એ વિચાર આ શાસન કરાવે. પછી એના માટે પ્રયત્ન થાય પણ ઈર્ષ્યા ન થાય. આજે તો પ્રયત્ન ગયો ને ઈર્ષ્યા આવી.
કેટલાક તો કહે છે કે-“શ્રી જિનેશ્વરદેવની પૂજામાં આટલો ખર્ચ કેમ ? શ્રાવકનો આ પ્રશ્ન હોય ? શ્રાવકની તો મનોદશા એ હોય કે ઓછું મળશે તો ઓછામાં નભાવીશ પણ પરમાત્માની પૂજાભક્તિ તો અખંડિત રહેવી જોઈએ. પોતાને ભલે કદાપિ માગીને ખાવું પડે પણ ભક્તિમાં ખામી ન આવવી જોઈએ. આવી મનોદશા શ્રાવકની હોય. એના બદલે આવી હીન મનોદશા કેમ થઈ