________________
૧૯: ગુણાનુરાગ, બહુમતી અને સ્વાતંત્ર્ય : - 59
૨૫૭
જેનાથી એ ગુણો ઊડી જાય, હિંસાદિ ગુણો ખીલે તે હિતકર અને જેનાથી એ ગુણો ઊડી જાય, હિંસાદિ દોષો પ્રચાર પામે તે હાનિકર. આ સીધું થર્મોમીટર જેવું માપ છે. અહિંસાદિ ગુણોનું પાલન થતું હોય, પ્રચાર થતો હોય એવા વિચારો દરેકને બહાર મૂકવાની છૂટ છે. ઘરડો કે બાળક બધા મૂકે. ‘ચોરી ન કરાય, જૂઠું ન બોલાય' એવું બધાથી બોલાય પણ ‘ચોરી કરાય' એવું બોલવાની તો બધાને મના જ હોય. કોઈ સુધારીને ગોઠવીને એમ બોલે કે “આપત્તિકાળે આમ પણ લવાય તો વાંધો નહિ” તો એમ પણ બોલવા ન દેવાય. કારણ એ પણ ચોરી જ કહેવાય.
827
અહિંસાદિ પુણ્યસ્થાનકના વિચારો હૈયામાં પણ થાય અને હોઠે પણ લવાય. હિંસાદિ પાપસ્થાનકના વિચારો બોલાય તો નહિ જ, હૈયે પણ લવાય નહિ. ઘણા અજ્ઞાનીઓ કહે છે કે - અમે તો જેવું હોય એવું કહી દઈએ. જેવું હોય તેવું કહી દેવાથી જાણે પાપ ન લાગે એમ તેઓ માનતા હોય છે. ચોરી, ખૂન વગેરે ગુના કરે પણ સાચું બોલે તો છોડી મૂકવો એવો કાયદો હોય તો પરિણામ શું આવે ? પાંચ-પચાસને મારીને ‘માર્યા’ એમ કબૂલે તો કોર્ટ છોડે ? સાચું બોલવાથી ગુનેગારનો ગુનો મટી શકતો નથી.
હિંસાદિ પાપ વધારનારા અહિતકર વિચારો હૈયામાં પણ ન આવે તો સારું પણ એવી સત્તા લાવવી ક્યાંથી, કે જે એને અટકાવી શકે ! શ્રી શ્રેણિક મહારાજા પણ કાલસૌકરિકને અટકાવી શક્યા નહિ. જ્યારે તેમણે કાલસૌકરિકને બોલાવીને કહ્યું કે - તું રોજ પાંચસો પાડા મારે છે એ ઠીક નથી.' ત્યારે એ કસાઈએ કહ્યું કે ‘રાજન્, એ તો મારો ધર્મ છે. હું પાંચસો પાડા ન મારું તો માંસાહારીઓને કેટલી તકલીફ પડે ? હું રોજ મારું છું તેથી જ એ લોકો સુખે જીવી શકે છે. માટે આપ મને અટકાવી શકતા નથી.' કાલસૌકરિકના આ અંગત વિચારો હતા. ત્યાં શ્રેણિક મહારાજા પણ શું કરે ? પણ જો એ જાહેરમાં એ. જાતનો પ્રચાર કરતો હોત તો રાજાએ એને જરૂ૨ શિક્ષા કરી હોત. આજે હિતાહિતનો વિચાર કરી શકનાર વર્ગ ઘટ્યો છે, તેની આ બધી પંચાત છે. જે વિચારો બહાર મૂકવા હોય, તેને હિતકારી તરીકે સાબિત કરવા જોઈએ. ‘મારા આ વિચાર છે, માટે હું કેમ બહાર ન મૂકું’ અ બોલવું એ તો સ્વચ્છંદતા છે.
આજના શિક્ષણનું પરિણામ :
આજે તો આ હવા આખા દેશમાં સર્વત્ર છે. વર્તમાન દેશનાયકો પણ આજની શિક્ષણપદ્ધતિને તિરસ્કારે છે. ભણેલાને આજના ભણતરથી