________________
826
૨૫૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
માને છે. જૈન સમાજના વકીલો અને ધારાશાસ્ત્રી ગણાતાઓની દયા આવે છે કે તેઓ આટલું પણ સમજતા નથી. કાયદા ભણેલા એવા એમના કરતાં કાયદા નહીં ભણેલા અમે સારા કે આટલું તો દીવા જેવું સ્પષ્ટ સમજી શકીએ છીએ ! કયા અંગત વિચાર બહાર મુકાય ? સમાજના હિતમાં હોય તે જ બહાર મુકાય.
સભા ‘બધા વકીલો આવા છે ?’
એવું ક્યાં કહ્યું ! જે આવું માને અને બોલે છે, તેની વાત છે. ઘણા એવા છે કે જે પોતાના વિચારો બીજાને નથી રૂચતા તે બહાર નથી મૂકતા. જેટલા પ્રમાણમાં મૂકતા હોય તેટલું તેમનું અજ્ઞાન. બધાને બધા વિચારો પ્રચાર કરવાની છૂટ મળે તો દુનિયામાં સજ્જનો વધે કે દુર્જનો ? હિંસકો વધે કે અહિંસકો ? અતીન્દ્રિય પદાર્થની વાત જુદી છે. ત્યાં હિતાહિતનો સંબંધ ફક્ત પોતાની સાથે છે. પાણીમાં જ્ઞાનીઓ અસંખ્યાતા જીવ કહે છે. માનો તો હિંસાથી બચી શકશો, ન માનો તો દુનિયાનું એમાં બીજું ખાસ અહિત નથી. પુણ્ય પાપ માનો તો બચી શકશો, નહિ માનો તો તમને ભારે છે; પણ ‘અનીતિ કરી શકાય, જૂઠું બોલી શકાય', એવું તો નાસ્તિક પણ ન કહે કારણ કે સામાન્ય જનતાની દૃષ્ટિએ પણ જૂઠ, ચોરી, હિંસા ખૂન, અનાચાર એ સારાં મનાતાં નથી. સારાં સાબિત કરી શકાતાં પણ નથી.
.
દરેક વાતો બહાર મૂકતાં પહેલાં આજના ભણેલાને પણ ‘જનતાના ભલા માટે' એમ કહેવું પડે છે, તો એમાં ભલું હોવું જોઈએ કે નહિ ? અફીણની દુકાનો થોડી. લાઇસન્સવાળા જ રાખી શકે. એના વેચાણનું પ્રમાણ વગેરે શરતો નિયત હોય. અફીણ માટે આ બધું ખરું પણ ઝવેરાત માટે કેમ નહિ ? હીરો ચૂસવાથી પણ માણસ મરે તો છે. કેટલાક હીરા એવા છે, જે ચૂસવાથી નક્કી મરી જવાય. કેટલાકથી ભલે ન મરાય પણ એ નડે તો ખરો જ. એ મોઢામાં મૂકવા લાયક તો નથી જ.
આમ છતાં હીરા માટે લાઇસન્સ કેમ નહિ ? કારણ, અફીણથી મરનારા કરતાં હીરાથી મરનારા કેટલા ? ઘણા ઓછા-કોઈક જ. હીરો કાંઈ જ્યાં ત્યાં હોય ? અફીણ તો બે પૈસામાં મળે - માટે એના પર જાપતો. અફીણ માટે જાપતો અને હીરા માટે કેમ નહિ, એ પુછાય ? જે વિચારની બહાર પ્રસિદ્ધિથી હાનિ વધારે હોય તે અંગત માને તો મનમાં રાખે પણ બહાર ન મુકાય. કયા વિચારો હિતકર અને કયા હાનિકર, એનીં મર્યાદા બાંધો. શાસ્ત્ર તો મજેની બાંધી છે. જે વિચારોથી અહિંસાદિ ગુણો ખીલે તે હિતકર અને