________________
૧૯ : ગુણાનુરાગ, બહુમતી અને સ્વાતંત્ર્ય : - 59
૨૫૫
રોકવાનો પ્રયત્ન કરાય પણ અજ્ઞાનતાથી પૂછનારને રોકાય નહિ. એને તો યોગ્ય રીતે સમજાવાય. સ્વતંત્રતા જો સાચા અર્થમાં પરિણામ પામી હોત તો આજે આ હાલત ન હોત. બધા શ્રી તીર્થંકરદેવોએ ‘કેમ બોધ પામતા નથી ? બોધ પામો’ એવો ઉપદેશ કર્યો પણ એવો હુકમ ન કર્યો - હુકમ કર્યો હોત તો એક પણ ઊભો ન રહેત - સ્વતંત્રતા તો એ કહેવાય.
825
અંગત વિચારો અંગત રખાય, જાહેરમાં ન મુકાય ઃ
આજે કેટલાકો પોતે માનેલું સત્ય પુરવાર કરવાનો વખત આવે ત્યારે ગભરાય છે. પણ પોતે બોલી ચૂક્યા માટે એ સત્ય માનવું જ જોઈએ એવો કદાગ્રહ પણ રાખે છે. સત્ય લાગે તે જાહેરમાં મૂકે, ટકે તો ભલે, નહિ તો પાછા ફરે; એ નિયમ હોત તો નાના મોટા બધાને એ છૂટ હોત. પણ આજે એ નથી. પોતાનું માનેલું સત્ય ન ટકે ત્યારે એ કહી દે કે - ‘એ અમારા અંગત વિચારો છે.’ પણ અંગત વિચારો હોય તો એને અંગત રાખી મૂકે. જો બહાર મૂકવા હોય તો સાબિત કરવા પડે. એ સંબંધી જે કોઈ પૂછે એને રદિયો આપવો પડે. કોઈનો પોતાનો નિગોદ કે નરકે જવાનો અંગત વિચાર હોય તો એ જાય, પણ બીજાને લઈ જવા દેવાય ? ‘ચોરી આ રીતે થાય' એમ કોઈ જાહે૨માં સમજાવે તો સ૨કા૨ એને રોકે કે નહિ ? ત્યાં પોતાના અંગત વિચારનો બચાવ ચાલે ? ચોરી ખીલવવાની સ્કૂલ કદી ચલાવી ન શકાય. પોતાના અંગત વિચાર સમાજને ભયરૂપ નથી, એમ સાબિત કરવું પડે. જો બધાને પોતાના વિચારો બહાર મૂકવાનો અધિકાર હોય, તો તો પાપી અને હરામખોર લોકોની જ બહુમતી થઈ જાય.
વેપારી સારી રીતે જૂઠું બોલી, ગ્રાહક પાસે કપટ કેળવી જાણે છે પણ બોલે શું ? ‘હું જૂઠું બોલું ? કોઈ.દિવસ બે ભાવ કરતો નથી. ભગવાનના સોગન ખાઈને કહું છું - તમારી પાસે વધારે ભાવ લેવાય ? જુઓ, આ ભરતિયું ને પડત જુઓ, ખોટું કેટલા ભવ માટે બોલવાનું ? જૂઠું બોલનાર વેપારીને પણ આવું આવું બોલવું પડે છે.
સભા ‘એટલે જૂઠ્ઠું બોલતી વખતે પણ પ્રતિપાદન તો સત્યનું જ કરવું પડે છે, એ વાત સાચી છે.'
એમાં છૂટકો જ નહિ. કોર્ટમાં ખૂની પણ બચાવ એ જ કરે કે મા૨વાનો ઇરાદો ન હતો, બચાવ કરતાં વાગી ગયું. પણ માર્યાનું કબૂલે તો ફાંસી તૈયા૨. આ સરકારનો કાયદો તો અંગત વિચારનો અધિકાર પોતાની જાતને પણ આપતો નથી. અંગત અભિપ્રાયથી કરાતા આપઘાતને પણ સ૨કા૨ ગુનો