________________
૨૫૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
સભા સભા જોઈને બોલવું એ તો સારું ને ?’
ચોરની પલ્લીમાં ગયેલા શાહુકારે ત્યાં ચોરીના ગુણ ગાવા એમ ? “તમે ન હોત તો શ્રીમંતોની લક્ષ્મીનો ઉપયોગ કોણ કરત ? શેઠીઆઓ ઊંચી છાતી રાખી ચાલતા હતા તેમને તમે ઠંડા પાડ્યા તે બહુ સારું કર્યું, અમારે ઘેર પણ ધન વધે ત્યારે ખુશીથી આવજો.” ચોરની પલ્લીમાં જઈને આવું બોલશો તો તાળીઓ પડશે. બોલશો ને ? તમારે તો સભા જોઈને બોલવાનું ને ?
સભા : ના, એમ તો નહિ.’
824
માણસનું મોઢું જોઈને બોલનાર એ માણસ ન કહેવાય પણ માણસનું ભલું થાય એવું બોલનાર એ માણસ કહેવાય.
બહુમતીની બહુમતી માન્ય રખાય :
સભા બહુમતીને માનવી પડે ને ?’
બહુમતી એટલે ‘ઘણી બુદ્ધિ' જેનામાં હોય, એવાની બહુમતી હોય તેને માનવામાં વાંધો નથી. પણ મૂર્ખાઓની બહુમતી શા કામની ? જો થોડી તિ અને મોટું ટોળું - એને જ માનવું હોય તો નિગોદ તૈયાર છે ? ત્યાં અક્ષરનો અનંતમો ભાગ ખુલ્લો છે અને ટોળું ન ગણી શકાય એટલું મોટું છે. ભગવાન તીર્થંકરદેવ કહી ગયા છે કે નિગોદિયા અનંતાનંત છે. એ કદી ખૂટશે નહિ. શ્રી તીર્થંક૨દેવને જ્યારે પૂછો ત્યારે એમ જ કહે કે એક નિગોદનો અનંતમો ભાગ મુક્તિએ ગયો છે. દેશકાળના નામે, સમયના નામે, જમાનાના નામે, બહુમતીના નામે આજે એવી એવી વાતો બની રહી છે કે જે સજ્જનોની સભામાં એક ક્ષણ પણ ન ટકે. બહુમતીનો પ્રશ્ન એવો ગૂંચવણવાળો થયો છે કે સજ્જનોને તો એનાથી આઘા જ રહેવું પડે છે. જૈન સમાજમાં જ આમ છે એવું નથી પણ આજે તો સર્વત્ર આ દશા છે. જે સર્દીમાં સમગ્ર વિશ્વ ગુંચવાયું છે ત્યાં જૈન સમાજ કેમ બાકાત રહે ? દુનિયાની હવા એને પણ લાગ્યા વગર કેમ રહે ? ફાંટાઓ, તડાતડી, મારામારી કયા સ્થાને નથી ? ખુરશીઓ બધે ઊડે છે. ભણેલાઓ પણ ભાન ભૂલ્યા છે. ખોટી સ્વતંત્રતાની હવારૂપ મરકી ચારે ત૨ફ ફેલાઈ ગઈ છે.
પણ એ સ્વતંત્રતા છે કે સ્વચ્છંદતા છે, એ પણ તેઓ સમજી શકતા નથી. સાચી સ્વતંત્રતામાં માનતા હોત તો આટલા કાબૂ બહાર તેઓ ન હોત. આ સભામાં કોઈ ગમે તેમ પૂછે કે બોલે તોયે હું શાંતિ રાખું; કેમકે એ ખુલ્લી વાત છે કે બધા કાંઈ શાસ્ત્રના જ્ઞાતા ન હોય. ઇરાદાપૂર્વક અયોગ્ય પ્રશ્ન કરનારને