________________
૨૫૮ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
828 ગરમીનો પારો ચડે છે. “હું કોણ ? એમ થઈ જાય છે. વિચારકોને કહેવું પડ્યું કે આ ભણતર આધ્યાત્મિકવાદનું ઘાતક છે. પૂર્વપુરુષો જ્ઞાનીના વચનના વિશ્વાસે આ વાત કહેતા હતા. જ્યારે આ દેશનાયકો ઠોકર ખાઈને હવે એ વાત કબૂલી રહ્યા છે. વાર્યા ન માને તે હાર્યા માને એ આનું નામ. ડાહ્યાની શિખામણથી ખાડામાં પડતાં અટકે એ ડાહ્યા કે ખાડામાં પડીને પછી એ વાત માને એ ડાહ્યા ?
આજનું શિક્ષણ યુવાનોમાં ઉદ્ધતાઈ અને નાસ્તિકતા લાવે છે. શાસ્ત્રની વાતોની હાંસી ઉડાવવામાં તેઓ ગૌરવ અનુભવે છે. જ્ઞાનાવરણીય કર્મ વગેરેમાં તેમને શ્રદ્ધા નથી. ભણવાનાં પુસ્તકોને તેઓ માથા નીચે કે પગ નીચેં પણ રાખે અને તેના ઉપર બેસે પણ ખરા. કાગળના ઢગલા ઉપર પેશાબ કરતાં તેમને વિચાર પણ ન આવે. બોર્ડિંગના વિદ્યાર્થીઓની આવી વર્તણૂક જોઈ વર્ષો પહેલા એક આચાર્યશ્રીએ પોકાર પાડેલો, કે “આ કેળવણી સંસ્કારોનો નાશ કરશે.” પુસ્તકો કેળવણીનાં સાધન છે. એનાથી જ્ઞાન મેળવવાનું છે, માટે એ ઉપકારક છે. એની આવી આશાતના થાય ? પણ તમેં એ સમજાવવા જાઓ તો આજના વિદ્યાર્થીઓ તમારી ઠેકડી ઉડાડે. આજની વિદ્યાનો આ પ્રતાપ છે. પેલા આચાર્યશ્રીએ તે વખતે કહ્યું હતું કે “આસ્તિક મા-બાપોએ પોતાનાં સંતાનોને આવા નાસ્તિક બનાવવા તેના કરતાં અભણ રાખવા સારા. આ તો સંતાનોની કતલ કરવાનો ધંધો છે.” આવી ચેતવણી આપવા માટે તેમની સામે જંગ જગાડવામાં આવ્યો હતો. આજે દેશનાયકો પણ આ જ ફરિયાદ કરી રહ્યા છે અને વર્તમાન શિક્ષણ પદ્ધતિનો તિરસ્કાર કરે છે. સભાઃ “દેશના નાયકોને તો આજના ભણેલાઓ માને છે, તો એમની વાતને
એ કેમ નથી માનતા ?' વસ્તુત: આજના ભણેલાઓ તો કોઈને માનતા નથી. એમને ફાવતું આવે ત્યાં જ એ માને છે. બાકી તો સગાં મા-બાપને પણ એ માનવા તૈયાર નથી. બાપને બાપ કહેતાં પણ કેટલાકને શરમ આવે છે. એ તો એમ પણ કહી દે કે - “જન્મ આપ્યો માટે બાપ કહેવા પડે એ ઠીક, પણ એમને પગે પડવું વગેરે ઢોંગ શા ?' તમે પુણ્યશાળી છો કે તમારા ઘરમાં આવી સ્થિતિ નથી. બાકી આજે સુધરેલાં કુટુંબોનાં ઘરની વાત કરીએ તો ત્રાસ થાય એવું છે. આપણી વાત એ છે કે ખોટા વિચારો હૈયામાં ન આવે તો સારું. પણ કદાચ પાપોદયે આવ્યા તો એને બહાર મૂકવાનો આગ્રહ ન હોય. “ગમે તેવા વિચારો બહાર મૂકવાની છૂટ' - એવી સ્વતંત્રતાના ભૂગલનો તો આજે દુનિયામાં ઉત્પાત છે.