________________
829
૧૯ : ગુણાનુરાગ, બહુમતી અને સ્વાતંત્ર્ય : - 59
૨૫૯
શ્રી જૈનશાસનમાં સ્વાતંત્ર્ય કયા પ્રકારનું ?
સ્વતંત્રતાને તો જૈનશાસને જરા પણ ખંડિત થવા દીધી નથી; બરાબર જાળવી છે. જૈનશાસન જેવી સ્વતંત્રતા તો દુનિયાભરમાં નથી. સમ્યગ્દષ્ટિ તે કે જે શુદ્ધ દેવ અને શુદ્ધ ગુરુને જ માને. કુગુરુ, સમ્યગ્દષ્ટિને પોતાને ગુરુ માનવાની ફરજ ન પાડી શકે. સાધુ સાચો પણ હોય, પરંતુ જો શ્રાવકને એનામાં શંકા પડે અને ન વાંદે તો સાધુથી કાંઈ ન કહેવાય. એને ગુરુતા દેખાય તો નમે. ગુરુતા નિશ્ચિત થયા પછી ન નમે તો એ પાપનો ભાગીદાર બને; ત્યાં સુધી નહીં.
ભગવાન પાર્શ્વનાથેના શાસનના ગાંગેય મુનિ ભગવાન મહાવીરના સમવસરણમાં આવ્યા, પણ શંકા પડવાથી નમ્યા નથી. ભગવાન પાર્શ્વનાથે ‘મહાવીરદેવ થવાના' એમ જણાવ્યું છે, એ જાણતા હતા. પણ એ મહાવીર આ કે બીજા, એ શંકા હતી. સમવસરણાદિ પ્રત્યક્ષ છતાં એ ઇંદ્રજાળ કેમ ન હોય ? એ શંકાથી વંદન કર્યું નથી. હાથ જોડીને ઊભા રહ્યા છે. ‘વાંદતા કેમ નથી ?' એમ કોઈએ ન કહ્યું. આ સ્વતંત્રતા નથી ? આ ગાંગેય મુનિએ ભગવાનને ઘણા પ્રશ્નો પૂછ્યા છે. ભગવાને તમામ ઉત્તર આપ્યા હતા. પછી અતીન્દ્રિય પદાર્થોના પ્રશ્નો પૂછી, એના પણ ખુલાસા મેળવ્યા. પછી જ્યારે હૈયામાં નિર્ણય થયો કે સર્વજ્ઞ સિવાય આવો નિર્ણય કોઈ ન કંહી શકે કે તરત પોતે નમ્યા અને પોતે એમની કરેલી પરીંક્ષા બદલ માફી માગી. ત્યારે ભગવાને એમ નથી કહ્યું કે
‘મારી પરીક્ષા ?’ જૈનશાસનમાં જેવી છૂટ છે, એવી બીજે ક્યાં છે ? આવી સ્વતંત્રતા ક્યાંય નથી. જ્યાં વેષ ત્યાં ઝૂકી પડવાની ભગવાને પણ ના પાડી. વેષની મહત્તા ખાતર ફેટાવંદન જરૂર કરો કે જેથી દુનિયામાં અપ્રીતિ ન જણાય અને એ મહાપુરુષ હોય તો એની અવગણના ન થાય. પણ એકદમ અદ્ઘિઓ ન ખમાવાય - આ ઓછી સ્વતંત્રતા છે ?
ગુણનું પૂજારી જૈનશાસન :
સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ પણ કહ્યું કે અમે મહાવીરના નામ પાછળ નથી પડ્યા, પણ એના કામ પાછળ પડ્યા છીએ. અમે માત્ર એના નામને નથી નમતા પણ એના ગુણને નમીએ છીએ. સિદ્ધાર્થના દીકરા તો ઘણા હોય પણ નમીએ તમને જ, બીજાને નહિ. પૂર્વના એકેએક આચાર્યે આમ જ કહ્યું. તેઓએ જાહેર કહ્યું છે કે આ અમારો પક્ષપાત નથી પણ શ્રેષ્ઠતા ભાસી છે, માટે આ શાસન માન્યું છે. આ કેવી સ્વતંત્રતા છે, તે જુઓ ! ‘અમુકને માનવા જ' એમ ન કહ્યું. ફરમાવ્યું કે વ્યક્તિગત મોહ ન કરો પણ પદના - ગુણના