________________
૨૯૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ પૂજારી બનો. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-એ પાંચેય પદના પૂજારી બનો.
સભા: “કોઈનો ઉપકાર હોય તો ?'
તો એના પર પ્રેમ વધારે થાય એ બને, પણ સાધુપદે તો બધા સરખા. જેમ વડીલ બધા સરખા, પણ બાપ તો એકને જ કહેવાય. બીજાને કહીએ તે તેમનું માન જાળવવા માટે. ફક્ત બોલવામાં. જેનાથી ઉપકાર થયો હોય, એ પણ ઉન્માર્ગે જાય તો તેમને પણ ન મનાય – એમનો ઉપકાર ન ભુલાય પણ મનાય, પૂજાય નહિ. શા માટે ? એમના જ ભલા માટે. એમણે ફરમાવેલા ઉપદેશનો જ અમલ કરવા માટે - એમને પણ એ હેતુ જણાવો તો એ પણ કદાચ જાગી ઊઠે. કહી શકો કે - આપે જ એ પાઠ ભણાવ્યો હતો કે પંચ મહાવ્રતધારી, પ્રભુવચનને માને એ જ ગુરુ - આજે આપનામાં એ જણાતું નથી માટે આપ ગુરુ નહિ. એમ કહેવાથી કદાચ એ પણ ચોંકી ઊઠે અને કદી સુધરી જાય તો તમને પણ ઉપકારનો બદલો વાળ્યાનો લાભ મળે – મોઢે કહી શકાય કે “ઉપકારી છો, પણ હવે ગુરુ નહિ. હૈયે પૂજ્ય પણ હોઠે નહિ –' એ પ્રયત્ન એમને સુધારવા જ છે એમ પણ કહી શકો છો. દુનિયાને પણ કહી શકાય કે “એ ઉપકારી હતા પણ હવે ફેરફાર થઈ ગયો છે.' એમ કહેવામાં વાંધો નથી.
ભગવાન મહાવીર તો આજે હૈયામાં છે ને ? પણ એ મરીચીના ભાવમાં ઉત્સુત્રભાષી બન્યા, સંયમ તથા માર્ગથી ભ્રષ્ટ થયા, કપિલને “અહીં પણ ધર્મ અને તહીં પણ ધર્મ” કહીને કોટાકોટિ પ્રમાણ સંસાર વધાર્યો, વસુભૂતિના ભવમાં નિયાણું કરી વાસુદેવ થઈ સિંહને ચીર્યો, દ્વારપાળના કાનમાં સીસાનો ઊકળતો રસ રેડાવ્યો, સાતમી નરક ખરીદી, મરીને સીધા સાતમી નરકે પહોંચ્યા. તો “ભગવાન પણ સાતમી નરકે ગયા હતા” એમ કહેવાય ને ? એમ કહેવામાં ભક્તિ ચાલી ગઈ ? કોઈ પૂછે કે નરકે કેમ ગયા ? કહેવું પડે કે “પાપી બન્યા, પાપ કર્યું માટે.' પૂછે કે “આત્યારે કેમ માનો છો ? તો કહીએ કે
ભગવાન બન્યા માટે, મોક્ષે ગયા માટે.” આમાં વાંધો શું ? ઉપકારીનો ઉપકાર મનાય પણ અપકારક ભાવના ન પોષાય. કૃષ્ણજી ભવિષ્યમાં તીર્થકર થવાના છે પણ કોઈ પૂછે કે અત્યારે ક્યાં ? તો કહેવું પડે કે “નરકમાં'. “કેમ ?” “પાપ કર્યું હતું માટે. “એમને ભગવાન ક્યારે માનશો ?” “તીર્થકર થશે ત્યારે.” આમ કહેવામાં શું વાંધો ? શાસ્ત્ર કહે છે કે એવાને પણ કર્મે ન છોડ્યા તો તમે અમે કોણ ? એમને માટે પણ શાસ્ત્ર આવું લખે, તો તમને અમને ફાવે તેમ બોલવામાં