________________
831 – ૧૯ઃ ગુણાનુરાગ, બહુમતી અને સ્વાતંત્ર્ય : - 59 – ૨૯૧ વાંધો જ નહિ ? “અમે મરજી મુજબ કેમ ન વર્તીએ ?” એમ કહેનારે કહેવું જોઈએ કે – “અમે શાસન બહાર જવા માગીએ છીએ.' શ્રાવકની સાંસારિક ચિંતા સાધુ કરે ?
મરીચીના પ્રતિબોધેલા હજારો આત્માએ ભગવાન ઋષભદેવ સ્વામી પાસે દીક્ષા લીધી હતી, મરીચી ભગવાનની સાથે જ ફરતા હતા. અને માંદા પડ્યા ત્યારે કોઈએ એમની સેવા ન કરી, સંભાળ પણ ન લીધી. ભલે હૈયામાં ઉપકાર માને છે. મરીચીના મનમાં એક વાર એમ પણ થયું કે - આમને લોકવ્યવહારનું પણ ભાન નથી, પણ તરત બીજી જ ક્ષણે ભૂલ સુધારીને વિચારે છે કે – “હું ભૂલ્યો, આ તો નિર્મમ ! એ મારા જેવા અસંયતિની સેવા કેમ કરે ?” આ એ શાસન છે. આજે તો કહે છે કે – “સાધુઓ અમારી ચિંતા કેમ ન કરે ?' મરીચી તો બ્રહ્મચારી હતા, અણુ વ્રતધારી હતા અને પ્રતિબોધ કરી હજારોને ભગવાન પાસે દીક્ષા લેવા મોકલતા હતા; છતાં એમની સેવા સાધુઓએ ન કરી. ત્યારે આજનાઓ તો કહે છે કે – “દીક્ષા લેવા તો ન દઈએ પણ લેનારનો પગ ખેંચી પાછો વાળીએ.” આવું બોલનારા પાછા એમ કહે છે કે – સાધુઓ અમારી ગૃહસ્થોની ચિંતા કેમ ન કરે ? શાસ્ત્ર કહે છે કે સાધુઓ ગૃહસ્થોની સાંસારિક ચિંતા કરે તો પાપ લાગે. “તારું શરીર કેમ છે? માથું દુખે છે ? વેપાર ધંધા કેમ ચાલે છે ?' ગૃહસ્થોની આવી વાતોમાં સાધુ પડે તો એ પાપથી બંધાયા વિના ન રહે.
- સંઘ એટલે શંભુમેળો નથી. એમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા-એ ચારને જ સ્થાન છે. પાંચમો કોઈ એમાં ન આવે. શ્રાવક કોણ ? સાધુ પાસે સેવા માગે તે ? કે સાધુ પાસે આજ્ઞા પળાવવા ઇચ્છે છે ?
સભાં: “એ તો તમારી ખબર લેવા ઇચ્છે છે.” કઈ જાતની ખબર લેવા ઇચ્છે છે, એ તો કહો ? સભા કહે છે કે સંઘ અમે – સાધુ નહિ.”
દીકરા કહે કે માલિક અમે, બાપ નહિ.” એના જેવી આ વાત છે. જરા બુદ્ધિપૂર્વક વિચારો. વર્તમાન સાધુઓ સ્વતંત્રતાની આડે નથી આવવા માગતા. પણ સ્વતંત્રતાને શુદ્ધ બનાવવા માગે છે, ઇચ્છે છે, અને પ્રયત્ન કરે છે. અહીં ચાલુ વ્યાખ્યાનમાં કોઈને પણ અર્ધો કલાક બોલવાની છૂટ છે. કેમકે એનાથી આ શ્રોતાઓ ભરમાય એવી મને શંકા નથી. એ અરધા કલાકનું વાતાવરણ પા કલાકમાં ફેરવી શકું એવી મને શ્રદ્ધા છે, પછી વાંધો શો ? તમારા વિચારો હિતકર બનાવીને મૂકો. સ્વચ્છંદી બનો એ ન ચાલે.