________________
૧ઃ શંકાથી સર્જાતી અનર્થની પરંપરા !
વીર સં.૨૪૫૯,વિ.સં. ૧૯૮૬, પોષ વદ-૧૦, શુક્રવાર, તા. ૨૪-૧-૧૯૩૦
• પહેલો દોષ શંકા : • શંકાદોષનો ઉપસંહાર : • શંકાને આધીન આચાર્ય અષાઢાભૂતિની દશા : • આષાઢાભૂતિ આચાર્યનું ગુણસમૃદ્ધ જીવન:
પરોપકારકરણ : • શિષ્યોને આજ્ઞા : • હૃદયમાં ઉદ્ભવેલી શકી અને પતન : • પ્રતિબોધના ઉપાયો : • પૃથ્વીકાયે કહેલી કથા : • અપૂકાયે કહેલી કથા :
તેજસ્કાયે કહેલી કથા : છે વાયુકાયે કહેલી કથા : ૦ વનસ્પતિકાયે કહેલી કથા : • ત્રસકાયે કહેલી કથા : • પ્રયત્નની સફળતા : છે. કથાનકનો ઉપસંહાર :
પહેલો દોષ શંકા ! - સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી મહારાજા, શ્રીસંઘની વિવિધ પ્રકારે સ્તવના કરતાં, શ્રીસંઘને નગર આદિ સાત ઉપમાઓ આપ્યા બાદ શ્રી મેરૂશૈલની ઉપમા આપે છે. મેરૂની પીઠ શ્રેષ્ઠ વજરત્નની છે, તેમ શ્રીસંઘરૂપ મેરૂની પીઠ પણ સમ્યગ્દર્શન રૂપ શ્રેષ્ઠ વજરત્નની છે. મેરૂ પર્વતની પીઠ જેમ દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે. તેમ શ્રીસંઘરૂપ મેરૂશૈલની સમ્યગ્દર્શન રૂપ પીઠ પણ દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. દોષ એ છિદ્ર જેવા છે, એ જો મેરૂના મૂળમાં છિદ્ર પડે તો કુમતની વાસનારૂપ જળ તેમાં ઘૂસે અને તેમ થાય તો શૈલ ઢીલો થાય. દોષો પાંચ છે; તેમાં પહેલો દોષ શંકા છે.