________________
૨૮
-
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
598 જવું છે, મને ઝેર લાવી આપ, નહિ લાવી આપે તો ખંજરેથી મરીશ માટે ઝેર આપ.' તો એને લાવી આપવું ? નહિ જ. કારણ કે, એને સૂઝે તેમ એ કરે પણ એને ઝેર લાવીને કેમ જ અપાય ? એ રીતે ઉન્માર્ગે ચઢેલાઓ તેમને ફાવે તેમ કરે પણ તેવાઓને ધર્મદષ્ટિએ વિચારીને ઉત્તેજન કેમ અપાય ? ધર્મદષ્ટિએ ઉન્માર્ગ કેમ જ પોષાય ? કોઈને પોતાને જ નરકે જવું હોય તો એને સ્વર્ગ મોકલવાની આપણી તાકાત નથી.
એ લોકો તો એમ કહે છે કે, “દેવ તો અમને આપે એવા ચમત્કારી જોઈએ, અને સમાજની ચિંતા ન કરે તે ગુરુ નહિ અને બધી વાતની જેમાં હા ન હોય તે ધર્મ નહિ” શું આ ખરું છે ? નહિ જ. કારણ કે શાસ્ત્ર તો કહે છે કે, “દેવ તો . વીતરાગ જ, એ દેવ ભક્તિ કરે તેના ઉપર રાગી ન થાય અને ગાળ આપે એના ઉપર દ્વેષી ન થાય, ગુરુ છે કે જેને ઘરબાર નહિ અને દુનિયાને પણ ઘરબાર વગેરે છોડવા જેવું છે એમ જ સમજાવનારા અને દુનિયાને એટલે વિષય કષાયરૂપ સંસારને ખોટો સમજાવવાની જેમાં વાત તે ધર્મ, અર્થાત્ વિષયના વિરાગને, કષાયના ત્યાગને, ગુણના અનુરાગને અને એ ત્રણેય કરનારી જે ધર્મક્રિયા, તેમાં અપ્રમત્તપણું લાવે તે ધર્મ.
'દેવ પોતાના ભક્તોને લાખો આપે, ગુરુ સંસારનો ઉપદેશ આપે અને ધર્મ વિષયકષાયની છૂટ આપે એવું અહીં કોઈએ કહ્યું જ નથી. સૌમાં સુખી થવાની શક્તિ છે પણ એવો પ્રયત્ન થાય તો. ઉપાય દુઃખી થવાના થાય ત્યાં સુધી સુખી થવાય જ શી રીતે ? સુખી થવાની ભાવના હોય તો “ગૃહસ્થપણામાં રહેવાની શ્રી જિનેશ્વરદેવે છૂટ તો આપી નથી જ' એ ગોખો. એ ઉપકારીઓએ ગૃહસ્થધર્મ જરૂર કહ્યો છે. પણ ગૃહસ્થાશ્રમમાં રહેવું એમ નથી કહ્યું. સાધુ થવું એ પરમધર્મ છે. - સાધુ થવું હોય તેણે પાંચ મહાવ્રતો પાળવાં જોઈએ, જેનાથી એ ન બને તે ગૃહસ્થપણામાં પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રત પાળે, દાન દે, શીલ પાળે, તપ કરે અને ભાવના ઊંચી રાખે.
વિચારો - “ગૃહસ્થનો ધર્મ દાન કે લક્ષ્મી ? ગુહસ્થનો ધર્મ શીલ કે સદાચાર? ગૃહસ્થનો ધર્મ તપ કે ખાવું ? ગૃહસ્થનો ધર્મ સારી ભાવના કે નરસી ? સારી ભાવના કઈ ? ‘લાખ મેળવું, કંપની કાઢે, બંગલો બંધાવું' એ શું ? સારી ભાવના છે ? કહેવું જ પડશે કે નહિ, તો વિચારો કે, સમ્યગુદષ્ટિની ભાવના કઈ ? કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રાવકે કરવાની ભાવનામાં ફરમાવે છે કે -