________________
૯ : જૈનદર્શનની સર્વોત્કૃષ્ટતા અને વિશાળતા -49
૧૨૫
ગમે તેવો હોશિયાર ઘોડો પણ લગામ વિના એના ૫૨ ન જ બેસાય. હાથી પર બેસવું સારું પણ અંકુશ વિના બેસવું એ ભયંકર જ છે. એ જ રીતે ગુણ સારો પણ સ્થળ જોયા વિના વખાણાય નહિ. નહિ તો અનર્થ થાય. એ જ કારણે જ્ઞાનીઓ કાંક્ષાને અને મિથ્યામતિઓના ગુણવર્ણનને પણ દોષ તરીકે જણાવે છે.
695
ભાડૂતી લેખકો, ભાટ અને ભાંડથી પણ ભૂંડા !
:
ગુણમાત્ર માટે ગુણી કોણ છે એ ઓળખવું આવશ્યક છે. લેખનકળા એ પણ એક ગુણ છે. પણ એ ગુણવાળા જો ભાડૂતી બની જાય તો એ ભાટ અને ભાંડથી પણ ભૂંડા છે, ભાટો, જેમ નિર્ગુણીના ગુણ ગાઈ શકે છે ઃ તેમ ભાંડો, નિર્દોષોના દોષો પણ બોલી શકે છે. એવાઓને બારણે ઊભા રાખવા એ પણ પાપ છે. એવાઓની વૃદ્ધિ દુનિયાને શ્રાપરૂપ છે. એવાઓ કઈ વખતે કયો ઉત્પાત મચાવશે. એ કહેવુંય મુશ્કેલ છે અને કળવુંય મુશ્કેલ છે. ‘આજે ભાડૂતી લેખકોએ સત્યાનાશ વાળ્યું છે.’ એ વાતનો કોનાથી ઇન્કાર થઈ શકે એમ છે ? એવા લેખકોથી થયેલા નુકસાનનો આંક પણ કાઢી શકાય તેમ નથી. એવા લેખકો, પૈસા ખાતર વેચાયેલા છે : એ જ કારણે એવા લેખકો કહે છે કે, ‘અમે તો પરાધીન, સો રૂપિયાના પગારદાર છીએ; માલિક કહે તેમ અમારે તો ઇચ્છાએ કે અનિચ્છાએ પણ લખવું જ પડે.' આવું કહેતાં એવાઓને શરમ લજ્જા આદિ કશું નડે પણ નહિ. ખરેખર જે ભાડૂતી લેખક, ભાડૂતી વક્તા, એવા એવા જે ભાડૂતી આદમીઓએ પોતાના ગુણના ઉપયોગને પૈસા માટે વેચ્યો છે તેઓ જેટલું પાપ ન કરે તેટલું ઓછું.
સભા ‘ભાડૂતી ચારિત્રી ?'
એ પણ એમાં જ. એ જ કારણે ઉપકારીઓએ કહ્યું છે કે, ખ્યાતિ, માન, પૂજા, પ્રતિષ્ઠાને અંગે થતી ધર્મક્રિયા અધ્યાત્મ કોટિની નથી. પણ આત્માના કલ્યાણ માટે થતી ધર્મક્રિયા તે જ ધર્મ છે. દુનિયાની વસ્તુ માટે સધાતો ધર્મ તે વાસ્તવિક ધર્મ નથી. ખરેખર જેઓ, પોતાના ગુણને અને ધર્મને વેચે છે, તેઓનો ત્રાસ આ દુનિયા ઉપર ભારેમાં ભારે છે.
ભાડૂતી લેખકો, જેના સો મળે એટલે તેનું લખે અને બીજાના બસો મળે એટલે પોતાના જ લખાણની પોતે જ એવી કતલ કરે કે સો આપનારને પણ ભૂમિમાં પેસવું પડે ઃ આથી ગુણ૨ાગીએ ગુણની સાથે ગુણીને ઓળખવા માટે પણ ચકોર બનવું જોઈએ. બાકી નિમકહલાલ તો તે કહેવાય કે જે શેઠથી જુદો થાય, પણ એનું વાંકું તો ન જ બોલે અને કહે કે, ‘એને ત્યાં હું રહ્યો છું