________________
૧૨૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
694 કુળમાં તો એ રાણીઓ ગણાય, એ શ્રીમાનની કોટીમાં ગણાય. એ જ રીતે તે દર્શનની અપેક્ષાએ જે મહાગુણ છે તે આ દર્શનની અપેક્ષાએ શુદ્ર ગુણ છે. ગુણમાત્રની સંપૂર્ણતા આ શ્રી જૈનદર્શનમાં જ છે અને એ દર્શનોમાં દોષોનો પાર નથી. એ જ કારણે અન્ય દર્શનની પ્રશંસા, એ પણ દોષ છે?
એ જ કારણે અન્ય દર્શનોની પ્રશંસા પણ દોષરૂપ ફરમાવી છે. અન્ય દર્શનોના ગુણની પ્રશંસાને દોષરૂપ કહી છે એટલું જ નથી પણ એ દર્શનો પ્રત્યેના રાગને દૃષ્ટિરાગ તરીકે વર્ણવી એની સત્પુરુષો માટે દુરુચ્છેદતા વર્ણવી છે, કારણ કે, એ રાગ આત્માને અસદાગ્રહી બનાવી દેનાર છે. કુત્સિત દર્શનો પ્રત્યેનો રાગ, સર્વસ્તુને સમજવામાં મહાન અંતરાયરૂપ છે. આ જ કારણે એવાંદર્શનો પ્રત્યેના જેઓ રાગી તે મિથ્યાદૃષ્ટિ અને તેઓના ગુણની જે પ્રશંસા તે પણ સમ્યકત્વનો ચોથો દોષ. આ દોષથી બચવાની ભાવનાવાળાએ, કુદર્શનોથી ખૂબ જ સાવધ રહેવું જોઈએ. અયોગ્ય સ્થળે રહેલો ગુણ પણ પ્રદર્શનમાં મૂકવા લાયક નથી રહેતો. એ ગુણને પ્રદર્શનમાં મૂકવા માટે એની આધારભૂત વસ્તુ પણ સાથે રાખવી પડે છે અને એ આધારભૂત વસ્તુને સાથે રાખતાં એ વસ્તુને લઈને એ ગુણ પણ દોષરૂપ ભાસે છે. એ જ કારણે એની પ્રશંસા એ પણ દોષરૂપ છે. દુનિયામાં પણ આ વસ્તુ સિદ્ધ છે. દુનિયા પણ કહે છે કે -
અયોગ્ય વસ્તુનો મહિમા ન જ ગણાય અને જો કોઈ ગાતું હોય તો તેનાથી સાવધ રહેવું જોઈએ. અયોગ્ય વસ્તુની શક્તિ પણ ન વખાણાય. સો વાર ધોવાયેલું ઘી ભલે ધોળું બાસતા જેવું હોય તો પણ એ જો ખવાઈ જાય તો મારી નાંખે માટે કોઈને આપતાં કહેવું જ પડે કે, “એ નાશક છે; એ કારણે બહાર લગાડવા માટે છે. પણ મોંમાં નાખવા માટે નથી. એ જ રીતે “આદમી બહુ હોશિયાર” હોવા છતાં પણ જો ચોર હોય તો એને કોઈ પણ ન રાખે. હોશિયાર ભલે પણ હાથનો ચોખ્ખો હોય તો જ રખાય. પણ હાથના મેલાને તો ન જ રખાય. શેઠિયાઓ, મુનીમ વિના ચલાવે એ હા, પણ હાથના મેલાને તો ન જ રાખે. શેઠ સમજે છે કે ઠોઠ ચોરી કરવા જાય તોય પકડાય, પણ હોશિયાર તો જમે ઉધાર બરાબર કરે, પણ વચમાંથી ખાઈ જાય એનું શું થાય? આથી વ્યવહારમાં કહેવાય છે કે, “ચોરનો ભાઈ ઘંટી ચોર' એટલે ચોરની પ્રશંસા કરવા આવનારને પણ ચોરનો જ સાથી સમજવો. ચોરને પેઢીમાં રખાવી એની ચોરીમાંથી પણ તેવાઓ માલ ખાનારા હોય છે. આથી જ કહેવું પડે છે કે, એકલા ગુણ ઉપર જ મૂંઝાતા પણ કોનો ગુણ છે ? એ જરૂર પૂછજો અને જાણજો.