________________
૬૧૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
અર્થકામના ઉપાસકો ક્યાં સમ્ર નથી કરતા ? પૈસાના, આબરૂના અને જીવનના પણ સટ્ટા ખેલે છે. લાખની મૂડી અને પાંચ લાખનો વેપાર ખેડે એ સો નથી ? એમાં તો આબરૂનો સટ્ટો છે. પાંડવો જેવાએ પોતાની પત્નીને પણ હોડમાં મૂકી હતી ને ? દુનિયામાં અર્થકામના રસિયાઓ જેમ અનેક જાતના સટ્ટા ખેલે છે તેમ મોક્ષમાર્ગ માટે પ્રભુશાસનમાં જીવનનો આવો સટ્ટો ખેલનારા હતા માટે જ આ શાસન ઝળકતું હતું. એવો સટ્ટો ખેલનારા બંધ થયા ત્યારથી જ શાસન ઝાંખું પડવા લાગ્યું. શાસનના દરેક મહાપુરુષોના જીવનમાંથી એ જ મળશે : શ્રી કુમારપાળ મહારાજાએ આહાર-પાણી ત્યાગના અભિગ્રહ ‘કર્યા ત્યારે દેવતા આવશે એવું નક્કી હતું ? ના. આજે તો એવું કાંઈ કરવાંનો સમય આવે ત્યારે મનમાં જ પહેલાં એમ થઈ જાય કે-લાવ, જરા ખાઈ લઉં, પછી અભિગ્રહ કરું !' હૈયાના ત્યાગ વિના કદી દેવતા આવે ?
1182
અરે, ભગવાન મહાવીરદેવનો પણ સંગમ સામે સટ્ટો જ હતો ને ? માનો કે ભગવાનને જ્ઞાન વડે પોતાના જીવનની ખાતરી હતી પણ તે વખતે વેદના કેવી હતી ? અન્ય મહાપુરુષોએ પ્રાણાંત ઉપસર્ગો સમભાવે સહ્યા છે એ પણ જીવનના સટ્ટા ખરા ને ? અવધિજ્ઞાન મુનિઓ પણ આવા પ્રસંગે જ્ઞાનનો ઉપયોગ નથી મૂકતા. ભગવાન મહાવી૨ પરમાત્માએ અભિગ્રહ કર્યો કે-રાજપુત્રી હોય, કેદમાંથી છૂટી હોય, પગમાં બેડી હોય, આંખમાં આંસુ હોય, એક પગ ઉંમરાની અંદર અને બીજો પગ ઉંમરાની બહાર રાખીને ઊભી હોય, પોતાના હાથમાં સૂપડાના એક ખૂણામાં રહેલા અડદના બાકળા વહોરાવે તો એના હાથે ભિક્ષા લેવી. એ ન મળે ત્યાં સુધી આહારપાણી ત્યાગ. જીવનનો આ કેવો મોટો સો ?
સભા ‘એમણે તે વખતે ઉપયોગ મૂકીને અભિગ્રહ નહિ કરેલો ?’
ઉપયોગ મૂક્યો હોય તો તો એ અભિગ્રહની કિંમત ઘટી જાય. ઉપયોગ મૂક્યો હોય તો રોજ રોજ ભિક્ષાએ ફરે ? વાતવાતમાં ઉપયોગ મૂકનારાનું અવધિજ્ઞાન ટકે ? એવાને અવધિજ્ઞાન મળે જ નહિ. વાતે વાતે હાથ ઉપાડનારાને બળ ન મળે. એવાને બળ મળે તો એ શું ન કરે ? અટકચાળાને બળ મળે તો પરિણામ કેવું આવે ? વાંદરામાં બુદ્ધિ હોય તો એક માણસને પણ સુખે બેસવા ન દે. એક માણસે વિચાર કર્યો કે-વાંદરા વાડીનો પાક બગાડે છે માટે તેમને બાણથી વીંધી નાખવા. હવે જો વાંદરામાં બુદ્ધિ હોય તો એની આખી વાડી જ બાળી નાખે. એ પેલાને કહી દે કે-‘યાદ રાખ ! તું અમારા બધાનો નાશ કરવા તૈયાર થયો છે પણ તું સૂતો રહીશ ને તારી વાડી સળગી જશે.' પણ વાંદરા એમ નથી કરતા. કેમ ?