________________
813 - ૧૮ : જો ધર્મની કિંમત સમજાય તો ધર્મ આવે : - 58
લાખ માણસો હોય તોયે ખોટાને ખોટું કહેતાં અમે અચકાવાના નહિ. પાછળ સમૂહબળ જાણ્યા છતાં ખોટાને ખોટું જાહે૨ ક૨વામાં આવશે જ અને એની ઉદ્દઘોષણા થશે જ. એ સાંભળવાની શક્તિ હોય અને બહાર જઈ એવો જ સૂર પૂરવાની ભાવના હોય તો જ અહીં આવવું. કોઈ કહે કે ‘પણ ફલાણા એમાં છે’ પણ મોટો ચમરબંધી હોય તોયે શું ? તમે-અમે કોના આધારે જીવીએ છીએ ? પ્રભુશાસનના આધારે. એ બળ ગયા પછી જીવવામાં રસ પણ શું ૨હેવાનો ? પછી તો છઠ્ઠો આરો જ છે. પાંચમા આરામાં ભગવાનનું શાસન મળ્યું, માટે દુઃખ ભૂલી ગયા.
૨૪૩
આ પંચમ કાળ છે. ફણિધર જેવો ભયંકર છતાં શ્રી જિનેશ્વરદેવના શાસનરૂપ મણિના યોગે મનોહર પણ છે. વિષયુક્ત છતાં વિષમુક્ત પણ છે. એ મણિ જાય એ પહેલાં મરવાનું માગજો ! આમ મરવાનું ન મંગાય છતાં આ હેતુએ મંગાય. શ્રી જિનેશ્વરદેવના શાસનરૂપ ઉત્તમ મણિની રક્ષામાં કદી ફણિધર કરડે અને કદાપિ મરણ આવે તો પણ સદ્ગતિ જ થાય. આત્મકલ્યાણ થાય. એ મણિના નાશ પહેલાં મરવું ઇચ્છાય. એના નાશ પછી જીવવું ભયંકર. શાસનરૂપ મણિ ગયા પછીનું જીવન, જીવન નહિ પણ હાડકાંનો ઢગલો જ કહેવાશે.
છઠ્ઠો આરો કોને કહે ? પ્રભુનું શાસન વિદ્યમાન ન હોય તેને ને ? શાસન જશે પછી તો સૂર્યમાંથી પણ અગ્નિ વરસશે.
સભા ‘સૂર્ય પણ પક્ષપાતી ?'
હા ! દેવો પણ ધર્મના પક્ષપાતી હોય છે. શાણાનો પક્ષ ધર્મમાં જ હોય. સજ્જનનો પક્ષ ક્યાં ? ધર્મમાં.
તમે અને અમે શ્રી જિનશાસનરૂપી મણિના આધારે જીવીએ છીએ. એ જાય કે છઠ્ઠો આરો આવ્યો ! છી તો એક ચીજ પણ અનુકૂળ ન રહે. આ મણિના આધારે જીવનારાની મનોવૃત્તિ કઈ હોય ? એની ભાવના અને પ્રવૃત્તિ કઈ હોય ? એ આજનાઓની જેમ એમ ન કહે કે-‘તમે અમને માનો, અમને ધર્મી કહો, અમને સારા અને સમકિતી કહો અને અમે ગમે તેમ કરીએ તેમાં સંમત થઈ જાઓ.'
પૂ. આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરિ મહારાજા તો કહે છે કે તત્ત્વશ્રદ્ધાથી પવિત્ર થયાનું કહેનાર પાસે પ્રમાણ માગો. પ્રમાણ એ કે-એ સંસારસાગરમાં ૨મે નહિ. જો ૨મે તો મિથ્યાત્વ આવ્યું સમજો. ખોટાને ખોટું ન માને એને સમ્યગ્દષ્ટિ કહેવાય ?