________________
625 – ૪ : સંસારનું સર્જન રાગથી, વિસર્જન ત્યાગથી 44 - ૫૫ એના કરતાં વાંઝિયા રહેવું ખોટું શું? * તમારા છોકરા સ્વચ્છંદી વર્તને પૈસા ગુમાવે તો તમારી આબરૂને શું બટ્ટો ન લાગે ? કહેવું જ પડશે કે લાગે. અરે ! સારાં મા-બાપને તો પૈસા પણ ચૂકવવા પડે છે, અને માટે તો નોટિસ પણ આપે છે; એ જ રીતે ધર્મદ્રોહી બનેલા દીકરા માટે કરવું જોઈએ, પણ “શું કરીએ ?એમ કહીને બેસી ન રહેવું જોઈએ. શુદ્ધ સમ્યગુદૃષ્ટિ મા-બાપથી એમ ન થાય. શું મફતના બાપ બનવું છે ? ઠોઠ નિશાળિયો પોતે ન ભણે તે પાલવે. પણ બીજાને પણ ભણવા ન દે તે કેમ પાલવે ? એ ન ભણે ત્યાં સુધી તો કદાચ શિક્ષક આંખ આડા કાન કરે, પણ ઘોંઘાટ કરે તો શિક્ષા કરે કે નહિ? જો એવાને તોફાન કરવાની પણ છૂટ આપે તો એ શિક્ષક કેમ કહેવાય ? એ જ રીતે પોતાનો દીકરો ધર્મ કરે નહિ, બીજાને કરવા દે નહિ અને બીજો કરે, તેને આડખીલી કરે એવાના બાપ બનવા કરતાં પથ્થરના બાપ બનવું અથવા વાંઝિયા રહેવું ખોટું શું? બાપ જો પોતાના એવા દીકરાને નાલાયક જાહેર કરે તો દુનિયા પણ એને યોગ્ય કહે અને કહે કે, એવો અયોગ્ય છે કે બાપને પણ માનતો નથી.” બાપ એવા દીકરાને અયોગ્ય જાહેર કરે તો એકે અહીં ઊભા ન રહી શકે, પણ એ લોકો એવા હોશિયાર છે કે કાગળમાં તો બાપને શિરછત્ર અને તીર્થરૂપ' લખે; પણ કહી દે કે, “તમારે મારી આજ્ઞા માનવાની, મારે તમારી નહિ.” વીસમી સદીની આવી સભ્યતા જ અશાંતિની હોળી સળગાવનારી છે. આથી જ કહું છું કે, ખોટી સભ્યતા તજી સાચી સભ્યતાના ઉપાસક બનો.
નાનપણથી જ બાળકને સુંદર શિક્ષણ આપો. બાળકને કહી દો કે, “દેરે ગયા વિના, ઉપાશ્રયે ગયા વિના, દેવની પૂજા અને ગુરુને વંદન કર્યા વિના મારા દીકરા તરીકે મારે ઘેર રોટલી નહિ મળે.” મુનીમને સોનો પગાર ક્યારે આપો ? અક્ષર જુઓ, કામ જુઓ તો ને ? નાના બાળકને આંગળીએ લઈ જાઓ, એથી નાનો હોય તો કેડે લઈ જાઓ. સમજે એટલે દોડતો મોકલો, તમે પાછળ જાઓ; નહિ તો કેટલાક એવા પણ હોય છે કે, રમી આવે અને કહી દે કે જઈ આવ્યો ! આવું કરો તો છોકરા કેવા પાકે ? મા-બાપ બનવું હોય તો બની જાણો. બાળકમાં ધર્મસંસ્કાર ન નાખનાર બાળકનાં સાચાં મા-બાપ નથી બની શકતાં. એવાં મા-બાપને જેનશાસનમાં સ્થાન નથી. ધર્મદ્રોહી દીકરાને સારા 'દીકરા ગણનારાં મા-બાપ, આ દર્શનમાં રહી શકતાં નથી.
સભાઃ “એ દીકરાઓ પણ એમને મા-બાપ નથી ગણતા !” એ તો નથી જ ગણતા, ગણવાનાય નથી; પણ દુનિયા ગણે છે ને ! માટે