________________
પક
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
– 888 જ મા-બાપ બનવું હોય તો બની જાણો. જાતમાં ગુણ કેળવો અને સંતાનને સન્માર્ગમાં જોડો. સમ્યગુદષ્ટિ આત્માની આ ફરજ છે. ચરણદાસના લેખના ખુલાસા:
સભાઃ “સમ્યક્ત્વ વિના દીક્ષા અપાય ?'
શાસ્ત્ર કહે છે કે, સમ્યક્ત્વ ન પણ હોય છતાંય જો સંસાર પ્રત્યે વિરાગ આવ્યો હોય અને વ્રતના પાલનમાં ધીર જણાય તો એવા મિથ્યાત્વદૃષ્ટિને પણ દ્રવ્ય સમ્યકત્વનો આરોપ કરીને દીક્ષા દેવાય. આ પ્રશ્ન “ચરણદાસ'ની સહીથી આવેલા લેખને અંગે છે ને ?
સભાઃ “એ ચરણનો દાસ કોણ ?
કોને ખબર ? જ્યાં મળે ત્યાં ચરણના દાસ બનનારાનો ક્યાં તોટો છે ? એમનાં નામ બહાર આવે તો તો તમારી આંખો પણ ફાટી જાય; પણ તમે તો અહીંયાં ભોળા બનો છો. આવા ભોળા જો તમે વેપારમાં, ઘરમાં કે બજારમાં બન્યા હોત તો ભીખ માંગતા હોત ને ! ધર્મ માટે કશું વિચારવાનો તમને ટાઇમ નથી, હિતઅહિત, સાચું-ખોટું જાણવાની તમને દરકાર ક્યાં છે! જો એ હોય તો ચરણદાસ કોણ, કાન્તિ કોણ, એ બધા હમણાં જ હાથમાં આવે; પણ એ તમારા હાથમાં નહિ આવે; કેમ કે, તમને કાળજી નથી.
નિગ્રંથ-પ્રવચનોપાસકે લખેલી દીક્ષાની લેખમાળાનું બે કૉલમમાં ફાવે તેમ લખી મનમાનતી રીતે ખંડન કરી નાંખ્યું. અને કહે છે કે, “આ જમાનામાં દીક્ષા અપાય ? સમ્યક્ત્વ હોય તેને જ દિક્ષા અપાય ? વારુ ! શી ખાતરી કે અમુકમાં સમ્યકત્વ છે? એ ચરણદાસે ડહાપણ તો ત્યાં સુધી ડહોળ્યું છે કે, પોતાની વાત સાચી મનાવવા ભગવાન શ્રી ગૌતમસ્વામીજીને પણ અજ્ઞાન ઠરાવ્યા છે ! કહે છે કે, ગૌતમસ્વામી જેવા પણ એવા અજ્ઞાન હતા કે વારંવાર પ્રશ્ન પૂછતા હતા !” પણ એ ચરણદાસને કોઈ પૂછે કે, “સમ્યક્ત્વની તો તમારા કહેવા મુજબ કોઈને ખાતરી છે નહિ. ત્યારે પૂર્વાચાર્યોએ આજ સુધી દીક્ષાઓ શી રીતે આપી અને આજના આચાર્યો પણ શી રીતે આપે છે?
સભાઃ “એણે જાતે કઈ રીતે લીધી ?”
તમે વળગી પડો છો કોને ? ખબર છે કે, ચરણદાસ તે સાધુ જ છે ? જ્યાં સુધી જણાય નહિ ત્યાં સુધી બોલાય નહિ. માટે હાલ એ વાત બાજુએ રાખી આપણે એ લેખને અંગેની કેટલીક જરૂરી વાતોના ખુલાસા કરી દઈએ –