________________
૫૪
– સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ – - 624 બીજી વાત. ચોર બાપ ચોરીની સજા જાણે છે, પોતે દશ વાર જેલમાં જઈ આવેલ છે, છતાં પોતાના સંતાનને ચોરીના ધંધા શીખવે છે, ઇરાદાપૂર્વક શીખવે છે; એને કારણ પૂછો તો કહે કે, “એ તો અમારો કુળધર્મ છે કે, ચોરી કરવી અને જેલમાં જવું.” શું આ વાજબી છે ? નહિ જ, તો પછી આપણે સમ્યગુદૃષ્ટિ માબાપને પૂછીએ કે, તમે વિષયકષાયમાં ફસાયાની દુર્દશાને જાણો છો તો બાળકને કેમ ફસાવો છો ? આના ઉત્તરમાં એ પોતાની ભૂલ ન કબૂલે, એ કેમ વાજબી ગણાય ? જૈનદર્શનને પામેલાં મા-બાપ બનવું છે અને સંતાનને સન્માર્ગ ન બતાવવો, એ વિશ્વાસઘાત કેમ ન ગણાય ? એ ખૂબ વિચારો !
છોકરો નાની વયમાં ચોરી કરી આવે અને કોર્ટમાં કહે કે મા-બાપના • કહેવાથી કરી હતી, તો કદાચ દુનિયાદારીની કોર્ટ રહેમથી તેને છોડી દે, પણ કર્મનો કાયદો એ નથી. એ જ કારણે વિષય કષાયના વિપાકને જાણનાર સમ્યગુદૃષ્ટિ મા-બાપે તો, બાળક સમક્ષ વિષયકષાયના ભયંકર વિપાકનું પ્રતિપાદન કરવું જોઈએ અને એના પરિણામથી એને ચેતવવો જ જોઈએ. એમાં. જ બાળકે પોતા ઉપર મૂકેલા વિશ્વાસનું પાલન છે. હું તો હજુ આગળ વધીશ અને કહીશ કે, સાચાં મા-બાપ તો શ્રીકૃષ્ણ મહારાજાની જેમ બળાત્કારે પણ સંતાનને સન્માર્ગે ચડાવે.
બાળક ઘણું વહાલું હોય પણ રૂપિયો બહાર ફેંકી આવે તો ? બાળકને પણ મારો, કેમ કે, રૂપિયાની કિંમત છે. એટલે હવે એમ કહો કે, અહીં સન્માર્ગની તથા સ્વ-પર હિતની એટલી કિંમત નથી ! નિશાળે મૂકવામાં સ્વ-પર હિત કે સ્વાર્થ, જે કહો તે જોઈ શકો છો અને અહીં જોઈ શકતા નથી, એ કેમ ચાલશે ? પોતાને સંઘમાં મનાવનાર સમ્યગુદૃષ્ટિ સ્વ-પરહિત શામાં માને ? પોતાનું સંતાન રાજ્યનો ગુનો કરે તો કરવા દો ? નહિ, તો એ જ રીતે અહીં તમારા સંતાન શ્રી જિનેશ્વરદેવના શાસનનો દ્રોહ કરવા તૈયાર થાય તો તમારે શું કરવું જોઈએ ?
સભાઃ “અટકાયત.”
હવે સમજ્યા, પણ કેટલાક તો કહે છે કે, “પહેલેથી હિતમાર્ગે ચડાવ્યો નહિ, એનામાં સારા સંસ્કાર નાંખ્યા નહિ અને મોટો બની ધર્મદ્રોહી બન્યો એટલે હવે અમે શું કરીએ ?' આ પ્રમાણે કહેનારાઓને હું તો કહું છું કે, બાપપણું ભૂંસી નાંખવું જોઈએ, અર્થાત્ જાહેર કરવું જોઈએ કે, ધર્મનો દ્રોહી બનેલો આ દીકરો અમારા કુલનો દીપક નથી. પણ અમારા કુલનો અંગારો-છે અને એથી હવે અમારે તેની સાથે કશો સંબંધ નથી.” આ રીતે જાહેર કરી એનો સંબંધ તોડવામાં ન આવે અને એનામાં પણ મારાપણું રાખવામાં આવે, ત્યાં સુધી એ પાપનો હિસ્સો એ મા-બાપને શિર પણ છે જ.