________________
693 – ૪ઃ સંસારનું સર્જન રાગથી. વિસર્જન ત્યાગથી 4 – ૧૩
મોહના યોગે ના પણ કહે; પણ મા-બાપને છાજતી ક્રિયા કરે, અમાનુષીપણું તો ન જ કરે.
સભાઃ ગઈકાલે વિશ્વાસઘાતી શાથી કહ્યાં હતાં ?
આ વસ્તુનો ખુલાસો કાલે જ થઈ ગયો છે, છતાં પણ આજે કંઈક વધુ એ વાતને વિચારીએ. કહો, મા-બાપ બાળકના પાલક ખરાં ને ? મા-બાપને બાળકનાં હિતૈષી તો માનો છો ને ? બુદ્ધિ અનુસાર પણ તે હિતૈષી તો ખરાં જ ને ? બાળક સુખી થાય એવી મા-બાપની ભાવના ખરી ને ?
સભા: હી.
વા; બાળક પણ માને કે મા-બાપ રસ્તો સીધો જ બતાવે, કારણ કે, કુદરતી રીતે જ બાળકની એવી માન્યતા હોય, દુનિયાની દૃષ્ટિએ પણ મા-બાપ પાલક, પોષક અને હિતૈષી મનાય છે. જે મા-બાપ જેમાં હિત દેખે તેમાં જ સંતાનને જોડે, એમાં દેખીતી રીતે કોઈ ગુનો ન કહી શકે, પણ જે મા-બાપ નુકસાન જાણવા છતાં પણ બાળકને એનાથી બચાવે નહિ અથવા ત્યાં જોડે તો એ ગુનો નથી એમ કેમ જ કહેવાય ? સાચાં મા-બાપની ફરજ છે કે, બાળકને સાચા માર્ગ તરફ આંગળી ચીંધે. સમ્યગુદષ્ટિ કહેવાતાં મા-બાપ સ્વાર્થી જ બને અને હિતકર માર્ગ સૂચવે જ નહિ તો ? એ નહિ સૂચવવાની ભાવના કેવી કહેવાય ? વળી સંતાન સન્માર્ગે જવા ધારે અને મા-બાપ સન્માર્ગને કુમાર્ગ તરીકે ઓળખાવે તો ? એ રીતે તુચ્છ સ્વાર્થના યોગે જે મા-બાપ ગમે તેમ વર્તે, એને હિતૈષી તરીકે શી રીતે ઓળખાવાય? પોતે સન્માર્ગ તરફ આંગળી ચીંધે . છતાંય બાળક સન્માર્ગે પ્રયાણ ન કરે, તો મા-બાપ ગુનેગાર નથી, પણ સન્માર્ગનું ભાન જ ન કરાવે અને ઊલટાં સન્માર્ગને ઉન્માર્ગ તરીકે ઓળખાવે, તો એ વિશ્વાસઘાતી કેમ ન કહેવાય? . વ્યવહારમાં પણ કહેવાય છે કે, જે મા-બાપ બાળકને ભણાવે નહિ તે દુશમન
છે. લાલચથી ભણાવે, ન માને તો મારીને પણ નિશાળે મોકલીને ભણાવે. શિક્ષકને પણ ભલામણ કરે કે, “બહાર નીકળવા ન દેતા” એ રીતે કરીને પણ બાળકને ભણાવે છે. વ્યવહારમાં મા-બાપની એ ફરજ ખરી ને ? એ રીતે અહીં પણ સમજવું જોઈએ. સમ્યગ્દષ્ટિ મા-બાપ પણ પોતાના સમ્યક્ત્વની નિર્મલતા મુજબ પોતાના બાળકને પ્રભુનો માર્ગ ચીંધે જ ને ? પોતે જેટલું જાણે તેટલું બતાવવા તો એ બંધાયેલ છે ને? શું દૂધ પાઈ ખવરાવી, પીવરાવીને મોટા કરવા પૂરતી જ મા-બાપની ફરજ છે એમ? કહેવું જ પડશે કે, સમ્યગુદૃષ્ટિ મા-બાપની એટલી જ ફરજ નથી, પણ સન્માર્ગ દર્શાવવાની અવશ્ય ફરજ છે.