________________
1039
– – ૩૧ : જેનાથી ડૂળ્યા એનાથી તરવાનું – 71 – ૪૬૯ કાયાથી ન કરવું, ન કરાવવું અને ન અનુમોદવું, એ રીતે ઉપવાસ તો ચોવિહાર થાય તો ભલે, નહિ તો તિવિહાર પણ થાય એટલી છૂટ કેમ ? ત્યાં મહાવ્રતોમાં એકેયમાં દ્વિવિધની છૂટ નહિ અને તપની વાતમાં આમ કેમ ? એ જ સમજવાની વાત છે. એવી સુંદર યોજના છે કે જો બરાબર વિચારાય નહિ તો અથડાઈ મરવાનું જ થાય. આ શાસ્ત્ર જેટલું સુંદર અને સહેલું છે તેટલું જ ગહન છે. જેટલું મનોહર છે તેટલું જ કઠણ પણ છે. સ્વેચ્છાચારીને એનો અમલ કરવો પાલવે જ નહિ.
ગજસુકુમાલને સ્મશાનમાં ધ્યાન કરવા જવું હતું તો પણ ભગવાનની અનુમતિ માગી. આ શાસનમાં માણ માં - આજ્ઞામાં જ ધર્મ કહ્યો છે. આજ્ઞા બાહ્ય પ્રવૃત્તિ ગમે તેટલી સારી હોય તો પણ તેમાં ધર્મ નથી. ચાર જ્ઞાનના ધણી, સ્વયં દ્વાદશાંગીના પ્રણેતા, તીર્થંકરદેવની ગેરહાજરીમાં બીજી પોરશીમાં પોતે દેશના દે, કેવળજ્ઞાની સિવાય આ છદ્મસ્થ છે એમ કોઈ જાણી શકે નહિ-એવા ગણધર મહારાજાઓ પણ મ્રાજ્ઞા વિના પર્વ ન ચરિત - ભગવંતની આજ્ઞા વિના એક પગલું પણ ન ભરે. એ પણ આજ્ઞાના બંધનને સહર્ષ સ્વીકારે છે એટલે તપ પણ ભગવાનની આજ્ઞા મુજબ કરવાનો છે અને ભગવાનની આજ્ઞા છે કે કોઈ પણ યોગ ન સીદાય તે રીતે તપ કરવો. •
તપ કરતાં મન-વચન-કાયાના યોગો સાચવવા પડશે પણ તે શા માટે ? વિષયભોગ માટે નહિ, પણ સંયમસાધના માટે. તપ કરતાં શરૂમાં જરા તકલીફ પણ લાગે પણ અભ્યાસ ચાલુ રાખો. પહેલા ઉપવાસે પડિક્કમણામાં જરા ચેન ન પડે એમ પણ બને. જરા ટેકોં પણ લેવાય પણ ક્રિયા ચાલુ રાખો. અભ્યાસના યોગે ધીમે ધીમે એકવીસમા ઉપવાસે પણ કઠિન નહિ લાગે. આપણો મુદ્દો એ છે કે મુક્તિના અનુષ્ઠાનમાં બાધ ન આવે તે રીતે તપ કરવો. તપમાં મૂંઝવણ થાય તો એવું ચિતવો કે-અનાદિથી પડેલી ખાવાની કુટેવના કારણે જ આ દશા છે.
ધન્ના કાંકદીના તપનું વર્ણન શ્રેણિક મહારાજા પાસે ભગવાન મહાવીરદેવે એવું કર્યું છે કે સાંભળતાં પણ ધ્રુજારી પેદા થઈ જાય. સાર્થવાહનો એ દીકરો, કેવળ ભોગ-સુખમાં ઊછરેલો, એણે નવ મહિનામાં એવી સાધના કરી કે સર્વાર્થસિદ્ધ વિમાને ગયો. એવો તપ કર્યો તો એ પદ મળ્યું - શરીર કેવું બનાવ્યું ? જીભ તો તાડના પાંદડાં જેવી અને માથું સૂકી તુંબડી જેવું થયું હતું. આ વર્ણન સાંભળતાં શ્રેણિક મહારાજાના રૂંવાડાં ઊભાં થઈ ગયાં હતાં. જંગલમાં શોધવા પણ મુશ્કેલ થઈ ગયા હતા.