________________
851
– ૨૦ : અનુમોદના, પ્રશંસા, ચાર આશ્રમ અને વૈરાગ્ય :- 60 – ૨૮૧
બાલ્યવયમાં પણ વૈરાગ્ય :
સભા : “આ કાળમાં તીવ્ર વૈરાગ્ય થવા માટે વયની કોઈ મર્યાદા ખરી ?
હા. આ કાળમાં પણ તીવ્ર વૈરાગ્ય માટે જ્ઞાનીઓએ આઠ વર્ષની વયની મર્યાદા બાંધી છે. તે પહેલાં પણ વૈરાગ્ય થાય પણ એ સર્વવિરતિ જોગો નથી થતો..
સભા: “આઠ વર્ષની વયમાં એવો વૈરાગ્ય કયા કારણથી થાય ?'
પૂર્વસંસ્કારથી. પૂર્વસંસ્કારને તો માનો છો ને ? એ વયમાં સમજી ગયો એનું કારણ એ કે આ વસ્તુ પ્રત્યે પૂર્વસંસ્કારના યોગે રાગ જાગ્યો. કોઈ બાળકને દિવસ ઊગ્યે દૂધ પીવાનું મન થાય ત્યારે કોઈ બાળકને દિવસ ઊગ્યે મંદિરઉપાશ્રય જવાનું મન થાય એનું કારણ શું ? ભલે સમજે કાંઈ નહિ પણ એવાયે બાળક છે કે જે દર્શન કર્યા વિના દૂધ નહિ પીવે. ભલે સ્વરૂપ ન સમજે પણ પૂર્વના સંસ્કારના કારણે આ સ્થિતિ હોય છે. એ જ વૈરાગ્યનું પગથિયું છે.
સભા: “ટેવ પડી હોય માટે પણ એમ થાય ?'
ટેવ ખરી પણ સભાવ શાથી ? ગયા વિના ગમે નહિ એ શાથી ? રૂપિયો અને ઓઘો એ બેમાં કોઈ બાળકને ઓઘો ગમે એનું કારણ શું ? શ્રી જિનેશ્વરદેવનું સ્વરૂપ જાણ્યું નથી એવા બાળકને પણ પ્રભુનાં દર્શનથી આનંદ થાય, સાધુનું સ્વરૂપ જાણે નહિ છતાં સાધુને જોઈ હર્ષિત થઈ જાય, મા-બાપ સાધુને શું આપે છે તે જાણે નહિ તો પણ કાંઈક આપે છે એ જોઈને રાજી થાય એને પોતે આપવા દોડે, આ બધામાં પૂર્વસંસ્કાર જ માનવા પડશે. ક્રમે ક્રમે સંસ્કાર ખીલતા જાય અને આઠ વર્ષની વયનો થાય ત્યારે કહે કે મારે હીરા માણેક કે પૈસા ટકા નથી જોઈતા. મારે તો મહારાજ પાસે જવું છે તો એ શું ? એ જ વૈરાગ્ય. અરે, એમ ન થાય અને માનો કે માબાપ સમજાવે કે ખરો માર્ગ તો આ ત્યાગનો જ છે, બીજું બધું ખોટું છે એમ સમજાવતાં સમજાવતાં અમુક સમયે અસર થઈ જાય તો પણ હરકત શી છે ? હા ! એક વાત સાચી, આમાં બળાત્કાર ન કરાય. બાળકને કોઈ ખરાબ કામ કરતાં રોકાય, સમજાવવા છતાં ન રોકાય તો બળાત્કાર પણ કરાય, જૂઠું બોલે તો ધોલ પણ મરાય, અભક્ષ્ય ખાતાં ભય બતાવી અટકાવાય પણ સંસાર છોડવાનું મન ન હોય તો એને દીક્ષા પરાણે ન અપાય.
શિખામણના યોગે બાળકની મરજી વૈરાગ્ય પ્રત્યે વધે તો કાંઈ વાંધો ખરો ? અરે, આ દુનિયામાં ઘણા એવા જીવો છે કે જેમને વૈરાગ્યની વાત ગમે