________________
૨૮૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
850 ખેંચાયેલી રહે તો એ બધા પાછળનાઓ જે કાંઈ ક્લેશ કરી કર્મબંધ કરે તેમાં એ પણ ભાગીદાર બને એમ શાસ્ત્ર કહે છે. ત્યાગી બનનારો વૈરાગ્ય વિના બીજા કોઈ સ્વાર્થ માટે જો નીકળે અને પાછળનાને રખડાવે તો એ કબૂલ નથી. પણ વૈરાગીને રાગના (રાગીઓના) ભોગ થવાનું કહેવાય નહિ એ પણ સાથે જ ફરમાવ્યું છે. વૈરાગ્યના સ્વરૂપને સમજો. વૈરાગ્યને રાગના બહાને રાગીઓની ખાતર ધક્કો પહોંચાડવાની સંમતિ અપાય નહિ-કોઈ આત્મામાં પૂર્વકર્મના યોગે નાની વયથી જ દુનિયાના પદાર્થોની, ખાનપાનની અને વ્યવહારની કુશળતા દેખાય છે અને તે તમે માનો છો, તેમ કોઈ આત્માને પૂર્વના સંસ્કારના યોગે કે સારા નિમિત્તથી કે શિખામણથી દુનિયાના પદાર્થો પ્રત્યે વૈરાગ્યભાવ વધે અને સંસારત્યાગ કરવાની ભાવના જાગે તો એવા આત્માને ત્યાગના માર્ગે ચડાવવો એ વૈરાગ્યના પ્રેમીનો ધર્મ છે. ભવિષ્યમાં એના જીવનમાં શું બનવાનું છે એ તો જ્ઞાની જાણી શકે. અરે ! જ્ઞાની પણ ભવિષ્યમાં એ પતિત થવાનો છે એમ જાણવા છતાં એને વર્તમાનમાં ત્યાગ આપવામાં જ લાભ જુએ તો દીક્ષા આપે છે. .
ન્યાયા: “એકંદરે તો લાભ જ છે.” * મારો મુદ્દો ત્યાં જ છે. સભાઃ “પરીક્ષા કરવાની ખરી !' શાસ્ત્રદૃષ્ટિએ સ્થિતિના પ્રમાણમાં પરીક્ષા જરૂર કરવાની. સભા: વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમમાં ફેર શું ?
વાનપ્રસ્થાશ્રમમાં સંન્યસ્ત જેટલો ત્યાગ નહિ-બ્રહ્મચર્ય ભલે પાળે પણ સ્ત્રી સાથે રહી શકે વગેરે.
સભાઃ જેનદર્શનમાં ચાર આશ્રમો છે ?
-નથી. પણ માનો કે જે સંપૂર્ણ ત્યાગ ન કરી શકે તે ચોથું વ્રત લે, વૈરાગ્ય જીવંત રાખી આરંભ સમારંભ ઘટાડી ધર્મક્રિયામાં રક્ત રહે, એ વાનપ્રસ્થાશ્રમ. કોઈ આવીને મને કહે કે-દીક્ષાની ભાવના છે, પણ વયના કારણે પળાશે કે નહિ એ શંકા છે માટે અભ્યાસ કરું-તો એને કહ્યું કે સિદ્ધગિરિ વગેરે તીર્થમાં રહો, સાધુઓનો સહવાસ કરો, વ્યાખ્યાન વાણી સાંભળો તો ભાવના વધશે અને શક્તિ જાગશે. હવે એ રીતે રહે એને વાનપ્રસ્થાશ્રમ કહેવામાં વાંધો છે ? બાર વ્રતધારી શ્રાવક, સાધુપણાના અભ્યાસ માટે શ્રાવકની પ્રતિમાઓ વહન કરનારો તો વાનપ્રસ્થથી પણ ચડી જાય તેવા ઊંચા પ્રકારનું જીવન જીવનારો હોય છે.