________________
૧૯ : ગાનુરાગ, બહુમતી અને સ્વાતંત્ર્ય : - 59
થયાના દાખલા છે ને ? ત્યાં કહે કે-‘અમે તો ગુણાનુરાગી ! એ ચાલે ? ઇતિહાસમાં વિષકન્યાની વાતો આવે છે. એ રૂપે રંગે સુંદર, બુદ્ધિશાળી ઘણી, ગુણવાન પણ ખરી પણ સ્પર્શ કરે એના પ્રાણ જાય. એના રૂપરંગનાં વખાણ કરે પણ બીજી વાત ન કરે તો ચાલે ? કિંપાકનાં ફળ દેખાવમાં સુંદર, પણ સૂંઘતાં એનું ઝેર ચઢે અને ખાતાં પ્રાણ લે, એની સુંદરતાનાં વખાણ કરાય ? કરાય તો સાથે ‘પ્રાણ લેનારાં છે' એમ કહેવું પડે કે નહિ ? જ્ઞાનીઓએ સંસારને કિંપાકના ફળ જેવો કહ્યો છે. ગુણાનુરાગીએ પ્રશંસા કરતાં બહુ વિવેક રાખવો પડે. સ્વતંત્રતા – પરતંત્રતાનો ભેદ વિચારો !
833
૨૭૩
સાધુઓને સ્વતંત્રતા ગમતી નથી એમ નથી. પરતંત્રતા ગમતી નથી તેને માટે જ આ બધી મહેનત છે. સ્વતંત્રતા એવી જોઈએ કે કોઈ કદી આડે આવી ન શકે. દેવ, ગુરુ કે સગાં મા-બાપને ન માને પણ બીજા હજારોની ગુલામી સ્વીકારે એ સ્વતંત્રતા છે ? દુકાનને, ગાદીને રોજ પગે લાગવા કરતાં દેવ ગુરુને પગે લાગવું શું ખોટું ? રોજ કૂંચી આંખે લગાડવા છતાં દવ લાગ્યાના દાખલા છે ને ? ધનતેરસે ચોખ્ખા ગાયના દૂધથી મુહૂર્ત જોવડાવી ધનની પૂજા કરનારા પણ દેવાળિયા બન્યાના દાખલા નથી ? આવું નહિ કરનારા છતાં ભગવાનની ભક્તિ નિયમિત ક૨ના૨ા એવા ને એવા રહ્યાં જોવામાં આવે છે. એ સૂચવે છે કે પણે ફળ નિશ્ચિંત નથી. પૈસાની સેવાથી પૈસા રહે એ નક્કી નથી. કોટના અંદરના ખિસ્સામાં પૈસા મૂકી બટન ભિડાવે એટલે એ રહે જ એમ ? તિજોરીઓ એમ ને એમ રહી અને એના માલિક ઊપડી ગયા, એ નથી જાણતા ? એ મરનારે પહેરેલા અલંકારો એના અંગ પરથી કાઢી લે કે ભેગાં જ બળવા દે ? જેનું પરિણામ આ જાતનું છે એ લક્ષ્મીની સેવા કરવાનું કહી તારકની સેવા સામે બંડ ઉઠાવનારાને કઈ કોટિના કહેવા ? લક્ષ્મીની સેવા માટે આઠ કલાકની મજૂરી કબૂલ, શરીર માટે સવાર-સાંજ બે-ચાર માઈલ પગે ચાલવું કબૂલ, પણ હું ત્રિકાળ પૂજાની વાત કરું તો કહે કે-‘વીસમી સદીમાં એ કેમ ચાલે ? એ જમાનો ગયો.' મૂર્ખ ! જે લક્ષ્મી મૂકીને જવાની, ત્યાં આઠ કલાક મજૂરી કરવાની અને અહીં વિરોધ ? ભૂલ થાય તો દંડ પણ થાય, તુંકારા સહેવાના, રજા જોઈએ તો ન મળે, ત્રણ-ત્રણ અરજી કરે ત્યારે કદાચ મળે તો મળે, આ બધી સ્વતંત્રતા છે ? ભણેલા ડિગ્રીધરો સોની નોકરી મેળવવા ધક્કા ખાય છે. છ-આઠ કલાકની ગુલામી સ્વીકારે છે. કોર્ટમાં વકીલની, દવાખાનામાં ડૉક્ટરની, સરકારી ખાતામાં અમલદારની એમ બધાની ગુલામી સ્વીકારનારા