________________
૨૩ : વિવેકદૃષ્ટિની અનિવાર્યતા
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, મહા વદ ૨+૩, શનિવાર, તા. ૧૫-૨-૧૯૩૦.
સમ્યગ્દષ્ટિની વિવેકદૃષ્ટિ :
♦ સંવેગ એટલે શું ?
♦ સુખમાં વૈરાગ્ય :
અશક્તિ કે આસક્તિ ?
♦ બીજાને ઠગનાર પોતાને ઠગી રહ્યો છે :
•
મળેલી વસ્તુનો સદુપયોગ કરી જાણો :
•
જે પોતાની ચિંતા ન કરે, તેની ચિંતા સૌ -કરે :
• હું તો... એવાને શેઠિયા નહિ પણ વેઠિયા 'કહું :
63
સમ્યગ્દષ્ટિની વિવેકદૃષ્ટિ:
અનંત ઉપકારી સૂત્રકાર ભગવંત શ્રી દેવવાચકજી ગણિજી શ્રી સંઘની સ્તુતિ કરે છે. નગરાદિ રૂપકથી શ્રી સંઘની સરખામણી કર્યા પછી હવે શ્રી મેરૂપર્વતની ઉપમાથી સ્તવના કરી રહ્યા છે. મેરૂની પીઠ જેમ વજ્રરત્નમય છે, દઢ-રૂઢ-ગાઢ અને અવગાઢ છે, તેમ શ્રી સંઘ રૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપ પીઠ પણ દઢ-રૂઢ-ગાઢ અને અવગાઢ હોવી જોઈએ. એ પીઠની દૃઢતા માટે શંકાદિ પાંચેય દોષોનો પરિત્યાગ કરવો જોઈએ અને રૂઢતા માટે પ્રતિસમય વિશુદ્ધ બનતી પરિણામની ધારાનું સેવન કરવું જોઈએ.
એ પિરામની ધારાનું સ્વરૂપ સમજાવતાં પૂ. આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે-જેનો આત્મા તત્ત્વની શ્રદ્ધાથી પવિત્ર થયો હોય તે ‘સંસારમાં ૨મે નહિ.’ ત્યાં પ્રશ્ન થાય છે કે કેમ ૨મે નહિ ? એનું સમાધાન કરતાં એ મહાત્મા જણાવે છે કે જેમ આંખના રોગનો નાશ થવાથી વસ્તુ વસ્તુ જેવા સ્વરૂપે હોય તેવા સ્વરૂપે જોઈ શકાય છે તેમ બુદ્ધિરૂપી ચક્ષુ ખૂલવાથી, મિથ્યાત્વરોગનો નાશ થવાથી, શાસ્ત્રવચનોને અનુસરવાથી એ આત્માને સંસાર જેવો છે તેવો દેખાય છે.
સંસાર જેવો છે તેવો જાણવા ભૂત અને ભવિષ્યકાળનો વિચાર કરવો જોઈએ, એ આપણે જોઈ ગયા. કેવળ વર્તમાનની જ જંજાળમાં પડેલા