________________
૩૨૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ આત્માઓ સંસારને યથાર્થ સ્વરૂપમાં જોઈ શકતા નથી. ભૂતકાળ કેવો હતો અને ભવિષ્ય કેવો જોઈએ એ વિચારાય તો જ વર્તમાન સુંદર બને. સમ્યગ્દષ્ટિ આત્મા કદી વર્તમાનમાં મળેલી બાહ્ય સામગ્રીમાં મૂંઝાતો નથી. મિથ્યાત્વ રોગ દૂર થવાના કારણે સંસારનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યા પછી એ આત્મા પ્રશાંત બને છે. આવા પ્રશાંત બનેલા આત્માને અંતરાત્મા કહેવાય છે. અંતરાત્મદશાને પામેલો તે આત્મા સંસારના વાસ્તવિક સ્વરૂપને જાણતો હોવાથી સુંદર વિચાર પર આરૂઢ થાય. એ કદી દુનિયાના પદાર્થો તરફ ઢળતો નથી. મારા આત્માનું શું થશે, એ જ એની નિરંતર વિચારણા હોય છે. બાંહ્ય પદાર્થોની પ્રાપ્તિમાં એ કદી પોતાનો ઉદય ન માને. સંસારસ્વરૂપને જાણનારો આત્મા અતિશય શાંત બને, એના કષાયો ઘટે, એની દુન્યવી પ્રવૃત્તિ રસ વગરની હોય, એની વિષયની ક્રિયા તદ્દન મંદ હોય, એના હૈયામાં પરમ સંવેગ હોય
આ વિષે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે
तदृष्ट्वा चिन्तयत्येवं, प्रशान्तेनान्तरात्मना ।
भावगर्भ यथाभावं, परं संवेगमाश्रितः ।।१०।। અર્થ :- “સંસારના સ્વરૂપને જોઈને પરમ સંવેગને પામેલો એ આત્મા ક્રોધાદિ કષાયો શાંત થવાના કારણે નિરાકુળ થઈને સંસાર જેવો છે તેવું તેનું ભાવપૂર્વક ચિંતન કરે છે.”
* , અર્થાત્ એ આત્મામાં પરમ સંવેગ હોય, હૃદયમાં ઉત્તમ ભાવ હોય અને પદાર્થના વાસ્તવિક સ્વરૂપને એ આત્મા વિચારી શકે છે. જે આત્મા સંસારની સ્થિતિને વાસ્તવિક રીતે ન સમજે તેનામાં સંવેગ આવે ક્યાંથી ? સંવેગ વગર ઉત્તમ ભાવ આવે ક્યાંથી ? ઉત્તમ ભાવ વિના જગતના પદાર્થો મૂળ સ્વરૂપે એને દેખાય શી રીતે ? સંવેગ એટલે શું?
સંસારના સુખને દુ:ખ માનવું અને કેવળ મોક્ષની જ અભિલાષા રાખવી તે. દુનિયાના દુ:ખને દુઃખ તો આખી દુનિયા માને છે પણ આ તો સુખને દુ:ખ માનવાની વાત છે. ઉપાધ્યાયજી મહારાજાએ કહ્યું કે
“સુરનર સુખ જે દુઃખ કરી લેખવે, વંછે શિવસુખ એક.” સંવેગવંત આત્મા દેવ અને માનવના સુખને પણ દુ:ખરૂપ માને અને એક માત્ર મોક્ષસુખની જ ઇચ્છા રાખે. રોગ, શોક વગેરે દુ:ખને તો મિથ્યાષ્ટિ પણ