SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ : ભવ ભયંકર : મોક્ષ ભદ્રંકર ઃ વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૭, મહા વદ-૫, સોમવાર, તા. ૧૭-૨-૧૯૩૦. ૭૦ સંસાર ભયંકર કેમ ? ♦ તો મોક્ષ પણ નજીક છે : ૭ જો.... કિંમત સમજાય તો ? ♦ લઘુકર્મી, ભારેકર્મી અને દુર્લભબોધિ : ♦ જો કર્મ બાંધ્યાં છે, તો ભોગવવા તૈયાર રહો ! ♦ સમ્યગ્દષ્ટિ જીવ, ધર્મ કઈ રીતે અને શા માટે કરે ? ♦ ધર્મ, ‘યથામતિ’ નહિ પણ, ‘યથાગમ' કરવાનો ♦ સમ્યગ્દષ્ટિ દુષ્કર કાર્યને પણ સુકર બનાવે : : 65 સંસાર ભયંકર કેમ ? અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિ ક્ષમાશ્રમણ મહારાજા શ્રી સંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપ વજ્રરત્નમયી પીઠની રૂઢતા હવે વર્ણવે છે. એ પીઠને દૃઢ બનાવવા માટે શંકાદિ પાંચેય દોષોનો ત્યાગ કરવો જોઈએ અને રૂઢ બનાવવા માટે પ્રતિસમયે શુદ્ધ થતી પરિણામની ધારાનું સેવન કાયમ કરવું જોઈએ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજીનું મહારાજાનું એ કથન આપણે જોઈ ગયા કે“જે આત્માને તત્ત્વની શ્રદ્ધા થઈ તે આત્મા સંસારસાગરમાં ૨મે નહિ-કેમકે ભાવચક્ષુથી શાસ્ત્રાનુસારે સમ્યગ્દષ્ટિ આત્મા, સંસારને એ જે સ્વરૂપે છે તે સ્વરૂપે જોઈ શકે છે. તેથી, એ રીતે સંસારને જોવાથી પ્રશાંત થયેલો, અંતરાત્મા બનેલો, ૫રમ સંવેગને પામેલો આત્મા આ પ્રમાણે વિચારે. અહીં જે વિચારો હવે કહેવાય છે તે ભાવના તન્મય થાય તો એ દઢ પીઠ રૂઢ બને, રૂઢતા આવ્યા પછી ગાઢતા અને અવગાઢતા આવે. આ ચારેય વિશેષણથી યુક્ત પીઠ બને તો તેના ઉપર મેરૂગિરિ જેવી રચના થાય. સમ્યક્ત્વ એ પાયો છે. પાયો જેટલો મજબૂત તેટલું ઉ૫૨નું ચણતર ટકે-પાયો જો નબળો તો ઉ૫૨નું ચણતર જોખમી બને; આશ્રય લેના૨ને ભયંકર આપત્તિમાં મૂકી દે. સંસારના સ્વરૂપને જોયા પછી આત્મા શું વિચારે ? એ વિચારે કેસંસારસાગર ભયંકર છે, એમાં વર્તતા જીવો માટે એ ક્લેશકર છે. એમાં અનેક
SR No.005853
Book TitleSangh Swarup Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy