________________
737
૧૨ : સંઘનો આધાર, જિનમૂર્તિ અને જિનાગમ - 52 - ૧૯૭ એ વિચાર જરૂ૨ ક૨વો. દુઃખીનું દુઃખ દૂર કરતી વખતે એને કાંઈ પૂછવાનું નહિ-એ પાત્ર છે કે અપાત્ર છે એ જોવાનું નહિ. જ્ઞાનીઓ આમ કહે ત્યારે આ બુદ્ધિના નિધાનો કહે છે કે-એદીપણું વધી જાય માટે યાચકોને દાન ન દેવું.’ હૈયાની ઉદારતા મરી પરવારી છે માટે આવું બોલાય છે !
―
સમાજનો ઉદય કરવો હોય તો જે પાપોથી સમાજનો અધઃપાત થઈ રહ્યો છે, એ પાપોથી બચાવવા સમાજના આગેવાનોએ જાગવું જોઈએ અને મંચ ૫૨થી જાહે૨ ક૨વું જોઈએ કે-જેઓ આવી આવી સમજ વગરની વાતો કરી રહ્યા છે, તે અયોગ્ય છે. આવી વાતોને ટેકો આપી શકાય નહિ. પાપોદય અને દરિદ્રતા શું શ્રી જિનેશ્વરદેવની ભક્તિથી આવ્યાં છે ? એને માટે શું સાધુઓ જવાબદાર છે ? જીવનમાંથી દેવ-ગુરુની ભક્તિ નષ્ટ થઈ એના પરિણામે એ આવ્યાં છે ? બેકારી ટાળવાનો રસ્તો પ્રભુભક્તિ વધા૨વી એ છે કે પ્રભુભક્તિ ઘટાડવી એ છે ? શ્રાવકોને કોઈ એમ કહે કે ‘હું પ્રભુભક્તિ બંધ કરીને તને સહાય કરીશ' તો એ શ્રાવક કહી દે કે-મરી જાઉં તો પણ તારી સહાય નહીં લઉં. પ્રભુભક્તિ બંધ કરીને સહાય હોય ? એ લોકો એમ કહે છે કે ‘ઉત્સવમહોત્સવો બંધ કરીને શ્રાવોનાં પેટ ભરો-સાધુઓના પ્રવેશના વરઘોડાઓનો રિવાજં ઘૂસી ગયો છે તે બંધ કરો. એ બધાં પૈસાનાં પાણી છે. નેતાઓનાં સરઘસો તો જરૂરી છે. એનાથી તો જાગૃતિ આવે છે. સમાજનો અને દેશનો એનાથી ઉદ્ધાર થાય છે ! સાધુઓના સામૈયાથી શું ભલું થવાનું છે ?' આ બધી ખરી વાત છે ? એમને જે શબ્દો લખતાંયે મૂંઝવણ નથી થઈ તે શબ્દો વાંચતાં, વિચારતાં અને તેમારી પાસે મૂકતાં પણ અમને ખેદ થાય છે ! સાધુઓ શહેરમાં કેમ આવે છે ?
કહે છે કે-“સાધુઓ ગામડાંમાં નથી જતા માટે ગામડાંના જૈનો જૈન મટી ગયા. માટે સાધુઓએ શહેરો છોડીને ગામડાંમાં જવું જોઈએ-પણ ગામડાંમાં તેમને તકલીફ પડે છે અને શહેરોમાં અનુકૂળતાઓ મળે છે માટે શહેરો છોડતા નથી.’’ મારે કહેવું ન જોઈએ છતાં કહું છું કે ગામડાંમાં જેવી અનુકૂળતા છે તેવી શહેરોમાં નથી. તે છતાંયે સાધુઓ શહે૨માં આવે છે, કારણ કે શહે૨માં ગામ ગામના લોકો ભેગા થયા હોય છે-જે કામ ગામડાંમાં મહિનાઓમાં ન થાય તે શહે૨માં દિવસોમાં થઈ શકે છે. ઘણા ગામના ઘણા લોકો ધર્મથી પતિત થતા બચે અને ધર્મ પામે. એ લોકો પોતાના ગામમાં જાય ત્યારે ત્યાં પણ જાગૃતિ લાવે. આ એક જ ઇરાદે સાધુઓ શહે૨માં ૨હે. પણ સાધુઓએ શહે૨માં ન રહેવું એવી તેઓ ફ૨જ નાખવા માંગે છે. એમાં તેમનો હેતુ એ છે કે શહે૨માં