________________
૩ : ઉપકાર-અપકારનો વિવેક - 43
બેન્કમાં ૨કમ મૂકવી ત્યાં ઉપકારનો ચાંદ શાનો ? લાખ મૂકીને બારે વર્ષે બે લાખ લેવાની ભાવના છે, એ શું દાન છે ? છોકરાને દૂધ પાઓ છો તે ઘર ચલાવવા, સ્વાર્થ સાધવા, એમાં ઉપકાર ક્યાંથી આવ્યો ? દૂધનું ચક્રવૃદ્ધિ વ્યાજ તો એવું લ્યો છો કે, એ મરતાંય ન છૂટે.
607
62
છોકરાને સંસારત્યાગની ભાવના થાય ત્યારે માતા નવ માસ પેટમાં રાખ્યાનું મેણું મારે એ શું ? ખરેખર સમ્યગ્દષ્ટ આત્માને આ વખતે દુઃખ થાય કે આત્મકલ્યાણ વખતે આવું મેણું મારનારી માની કૂખે હું ક્યાં પાક્યો ? ઊંધે માર્ગે ગયો હોત, ચોરી લફંગાઈ કરી હોત ત્યાં કૂખ ભારે માર્યાનું કહ્યું હોત, તો એ વાજબી હતું, પણ આત્મકલ્યાણના માર્ગે જનારને માટે આ વચન ? ધર્મી છોકરાઓ તો આવાં મા-બાપોના સંયોગે ખરેખર છાના રૂએ છે. પોતે લજ્જાળુ હોઈ બોલતા નથી, પોતાની જાંગ ન ખોલવા એ મા-બાપ માટે બહાર કંઈ બબડતા નથી.
ડાહ્યા દીકરાઓએ તો પૂછવું જોઈએ કે, ‘મા ! તેં મને પાપ કરવા; કરાવવા ગર્ભમાં રાખ્યો, તો મારી કેમ ન નાંખ્યો ? કે જેથી પાપ કરી દુર્ગતિએં તો ન જાત ! કલ્યાણમાર્ગે હું જાઉં ત્યાં તને એ નવ મહિના કેમ સાંભર્યા ? નવ મહિનાનું વ્યાજ કેટલું લેવું છે ?' પણ સંસારરસિક મા તો આના ઉત્ત૨માં કહે જ કે, ‘જિંદગીભર તારી સેવા,લેવી છે.’ આનું નામ ફરજ ? ફરજને સમજતા હોત તો આજે આ દશા ન હોત. દીકરો વિરતિધર થવાની વાત કરે ત્યારે ધર્મી મા-બાપ માને કે, ‘પાલન કરવાની અમારી ફરજ હવે પૂરી થઈ, પોતે સ્વયં પોતાનું જીવન સુધારે છે અને અમને ચેતવે છે.’ વધુમાં આજ તો વગર પૈસાનાં મા-બાપ પણ ઘણાં ફૂટી નીકળે છે. અમુકનો દીકરો દીક્ષા લે, એમાં બીજાનું જાય શું ? એવા ઉપકારીને ઉપકાર કરવો હોય, તો સ્થળ ઘણાં છે. દુકાને દુકાને ફરે ને ! દુકાનેં દુકાને અનીતિ કરનારા અને જૂઠું બોલનારા છે, પકડો એમને; જુઠું બોલવા તથા બેના ચાર ન કહેવા કહો, ન માને તો એમને ત્યાં જતા ગ્રાહકને રોકો !
સભા ‘ત્યાં તો લાકડી પડે,’
ત્યારે તમારી ગાળો ખમી ખાય, ત્યાં તોફાનનો ઉપકાર કરવો છે એમ ? લાકડી પડે ત્યાં ઉપકાર નથી કરવો અને સાધુઓ પાસે ધર્મવિરુદ્ધ બોલવું છે એમ ?
સાધુ શાના વિરોધી છે ?
કોઈ પણ સાધુ શિક્ષણના, શિક્ષણસંસ્થાના કે જૈન સુખી થાય એના